Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડેમનું નિર્માણ કામ ખૂબ જ નબળું થતું હોવાની તેમજ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાની ફરિયાદઃ
ખંભાળિયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી મોટા કલ્યાણપુરના તથા દ્વારકા પાસેના સાનીડેમના કાર્યમાં મુખ્ય દરવાજાનું કામ બાકી છે, ત્યારે અત્યંત ધીમી ગતિએ ચાલતું કાર્ય આ વર્ષે ચોમાસું પૂર્ણ થવા આવ્યું છતાં બાકી કાર્ય હજુ લંબાતું જતા લોકોમાં પ્રશ્ન છે કે ક્યારે કાર્ય પૂર્ણ થશે...?
૬ વર્ષ પહેલા તોડી નખાયેલ
કલ્યાણપુર તાલુકાની જીવાદોરી સમાન અને જેનું પાણી એક વખત છેક દ્વારકા-ઓખાને પૂરૃં પાડવામાં આવતું તેના દરવાજાની નબળા થતા છ વર્ષ પહેલા તોડીને ૩૪.પ૦ કરોડના ખર્ચે બનાવવાનું શરૂ થયેલું જેનો એક કોન્ટઠ્રાક્ટર કામ વચ્ચેથી છોડી નાસી ગયેલ તે પછી બીજા કોન્ટ્રાક્ટને ૧૮ માસની મુદ્તમાં કામ અપાયાને હવે ૩૬માસ ત્રણ વર્ષ થવા છતાં હજુ નહીં બનતા ૧૧૦ ગામો કે જે આ ડેમ પર આધારીત છે તેઓને ફરજિયાત નર્મદાના અપૂરતા પહોંચતા પાણી પર આધારીત રહેવાની ૬-૬ વર્ષથી ફરજ પડી રહી છે.
ડેમના કામમાં ભ્રષ્ટાચાર, નબળું કામ થવાની પણ વાતો ફેલાઈ છે. ડેમના પાયાના પથ્થરોની રિકવરી વગર આ પથ્થરોને ક્રશ કરી પાયામાં વાપરી દેવાયાની પણ ફરિયાદો ઊઠી છે. તળિયામાં જો નબળું કામ હોય તો આગળ શું થાય? સાની ડેમની કામગીરીની ગુણવત્તાની પણ યોગ્ય રીતે ચકાસણી કરવા ઝડપથી તથા પૂર્ણ કરવા પણ માગ ઊઠી છે.
સાની ડેમના નિર્માણ કામ અંગે સંબંધિત વિભાગના એક જવાબદાર અધિકારીએ થોડા મહિના અગાઉ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસામાં સાની ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકશે, પણ આજે સ્થિતિ એવી છે કે આ અધિકારીનું નિવેદન માત્ર નકરી ડંફાશો અને હાસ્યાસ્પદ પૂરવાર થઈ રહ્યું છે..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial