Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પર્યાવરણ, સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રમાં કાર્યરત
જામનગર તા. ૧૯: પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રમાં અવિરત કાર્યરત નવાનગર નેચર ક્લબનું ગાંધીનગર સચિવાલયમાં ગુજરાત સરકાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રમુખ, મૂળ નાની લાખાણી ગામના વિજેન્દ્રસિંહ (ઉર્ફે વિજયસિંહ) અજિતસિંહ જાડેજાને તેમના ઉત્કૃષ્ટ કાર્યો બદલ બિરદાવવામાં આવ્યા હતાં.
આ સન્માન સમારોહમાં ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ક્લબના અથાગ પ્રયાસોની નોંધ લેવામાં આવી હતી. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરાના વરદ હસ્તે વિજયસિંહ એ. જાડેજાને રૂ. ૨૫,૦૦૦/- નો ચેક અને એક સ્મૃતિચિહ્ન (શીલ્ડ) અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વર્ષ-૨૦૦૮માં સ્થપાયેલી આ સંસ્થાએ ખાસ કરીને જળ સંચય અને જળ સંગ્રહ, વૃક્ષારોપણ, પ્રકૃતિ શિક્ષણ શિબિરો અને દરિયાઈ સ્વચ્છતા અભિયાન જેવા અનેક કાર્યો દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી છે. તેમની આ કામગીરીની નોંધ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ લીધેલ છે.
વિજયસિંહે જણાવ્યું કે, *આ સન્માન માત્ર મારું નહીં, પરંતુ અમારી સમગ્ર નવાનગર નેચર ક્લબના દરેક સભ્યની મહેનતનું પરિણામ છે. અમારા સભ્યોએ ખભેખભા મિલાવીને જે અથાગ પ્રયાસો કર્યા છે, તેના કારણે જ આ સિદ્ધિ શક્ય બની છે. હું દરેક સભ્યનો હ્ય્દયપૂર્વક આભાર માનું છું.* આ પ્રસંગે તેમણે સમાજને પર્યાવરણના જતન માટે વધુ યોગદાન આપવાની અપીલ કરી અને ભવિષ્યમાં પણ ક્લબની આ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial