Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્જિનિયાના લેફટ ગવર્નર તરીકે ગઝાલા હાસમી જીત્યા
વોશિંગ્ટન તા. ૫: અમેરિકાની ચૂંટણીમાં ૩ ભારતીયોનો દબોદબો રહ્યો છે, અને મમદાની સહિત ગઝાલા અને જે. જે. સિંહ વિવિધ ચૂંટણીઓમાં જીત્યા છે. મમદાની ન્યૂયોર્કના મેયર બન્યા છે.
અમેરિકાના ન્યૂ યોર્ક મેયર ચૂંટણીમાં ભારતીય મૂળના મુસ્લિમ ડેમોક્રેટ ૩૩ વર્ષીય ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. તેમણે પૂર્વ ગવર્નર એન્ડ્રયુ કુઓમો અને રિપબ્લિકન કર્ટિસ સ્લિવાને હરાવીને અમેરિકાના સૌથી ધનિક શહેરમાં ઈતિહાસ રચ્યો છે. તેઓ અમેરિકાના સૌથી મોટા શહેરના પ્રથમ દક્ષિણ એશિયન અને મુસ્લિમ મેયર પણ બન્યા છે.
ઝોહરાન મમદાનીને આ ચૂંટણીમાં ૯,૪૮,૨૦૨ (૫૦.૬ ટકા) મત મળ્યા, જે કુલ મતદાનના ૮૩ ટકા છે. તેઓ છેલ્લાં ઘણા મહિનાઓથી એનવાયસી મેયરની ચૂંટણીમાં સૌથી આગળ હતા. એન્ડ્ર્યુ કુઓમોએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને ચૂંટણીના એક દિવસ પહેલા ટ્રમ્પનું સમર્થન મેળવ્યું હતું. આમ છતાં, મમદાનીની સરળતાથી જીત થઈ ગઈ.
કુઓમોને ૭૭૬,૫૪૭ મત (૪૧.૩ ટકા) મળ્યા, જ્યારે સ્લિવાને ૧૩૭,૦૩૦ મત મળ્યા. ન્યુ યોર્ક સિટી ચૂંટણી બોર્ડે જણાવ્યું કે, ૧૯૬૯ પછી પહેલી વાર બે મિલિયન મત પડ્યા હતા, જેમાં મેનહટ્ટનમાં ૪૪૪,૪૩૯ મતો સાથે આગળ છે, ત્યારબાદ બ્રોન્ક્સ (૧૮૭,૩૯૯), બ્રુકલિન (૫૭૧,૮૫૭), ક્વીન્સ (૪૨૧,૧૭૬) અને સ્ટેટન આઇલેન્ડ (૧૨૩,૮૨૭) આવે છે. ન્યૂ યોર્ક સિટીના મેયર માટે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં મમદાનીએ કુઓમોને હરાવ્યા હતા અને આ વર્ષે જૂનમાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
યુગાંડાના કંપાલામાં જન્મેલા ઝોહરાન સાત વર્ષની ઉંમરમાં ન્યૂ યોર્ક શહેરમાં રહેવા ગયા અને બાદમાં અમેરિકન નાગરિક બન્યા. તેમની માતા મીરા નાયર, એક પ્રખ્યાત ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા છે અને તેમના પિતા મહેમૂદ મમદાની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.
ભારતીય મૂળની ડેમોક્રેટ ગઝાલા હાશમીએ રિપબ્લિકન જોન રીડને હરાવીને વર્જિનિયાના લેફ્ટિનન્ટ ગવર્નરની ચૂંટણી જીતી લીધી છે. હાશમી વર્જિનિયા સેનેટમાં સેવા આપનારી પહેલી મુસ્લિમ અને પહેલી દક્ષિણ એશિયાની અમેરિકન છે, જે ૧૫માં સેનેટોરિયલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની આ જીતનો અર્થ છે કે, તેમની સેનેટ બેઠક માટે એક ખાસ ચૂંટણી યોજાશે.
ગઝાલા હાશમીએ ૨૦૧૯માં રાજકારણમાં એન્ટ્રી કરી અને એક ચોંકાવનારી જીત સાથે, રિપબ્લિકનના કબ્જાવાળા સ્ટેટ સેનેટ બેઠકને જીતી લીધી અને વર્જિનિયા જનરલ એસેમ્બલી માટે પસંદ કરાઈ. પાંચ વર્ષ બાદ વર્ષ ૨૦૨૪માં તેમને સેનેટ શિક્ષા અને સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા, જે બે મહત્ત્વપૂર્ણ ડેમોક્રેટિક પ્રાથમિકતાઓ, પ્રજનન સ્વતંત્રતા અને સાર્વજનિક શિક્ષણ માટે મહત્ત્વપૂર્ણ નેતૃત્વ પદ છે.
ભારતીય મૂળના જેજે સિંહે વર્જિનિયાના વર્જીનિયા હાઉસ ઓફ ડેલીગેટસ ડીસ્ટ્રીકટ ૨૬થી ચૂંટણી લડી હતી અને ત્યાં જીત હાંસલ કરી છે. આ જિલ્લો મુખ્ય રૂૂપે ઉત્તરી વર્જિનિયામાં સ્થિત છે.
જેજે સિંહનો જન્મ ઉત્તરી વર્જિનિયામાં એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો અને તે ફેરફેક્સ સ્ટેશનમાં મોટા થયા હતા. તેમના માતાપિતા ૧૯૭૦માં ભારતથી આ વિસ્તારમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. તેમના પિતા, અમરજીત સિંહનો જન્મ બ્રિટિશ ભારત (હવે પાકિસ્તાન)ના પંજાબ પ્રાંતના ફૈસલાબાદમાં થયો હતો અને ભારતના ભાગલા પછી તેઓ ભારતના હરિયાણામાં રહેવા ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial