Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાનો આક્રોશઃ
ખંભાળિયા તા. પઃ તાજેતરમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં પડેલા માવઠાના વિસ્તારમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થતા ભારે રોષ તથા ઉહાપોહ થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જૂનાગઢ-સોમનાથની મુલાકાત લીધી હતી ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ ખેડૂતોના ખેતરમાં આંટો મારી પલળેલા પાથરા હાથમાં લેવાના બદલે ખેડૂત કલ્યાણની ફાઈલ હાથમાં લીધી હોત તો ભલું થાત તેઓ કટાક્ષ કરતો પત્ર લખ્યો હતો.
જો જૂનાગઢ-સોમનાથ સુધી સી.એમ. લાંબા થયા તેના બદલે તેમની ઓફિસથી માત્ર એક કિ.મી. કૃષિભવનમાં ગયા હોત તો ખબર પડત કે પાંચ વર્ષમાં કેન્દ્ર પાસે ૧૮ હજાર કરોડ માંગ્યા પણ આપ્યા ૧ હજાર કરોડ. સાત વર્ષમાં કેટલી જાહેરાતો થઈ અને ખરેખર કેટલું આપ્યું? ખેડૂતોની દેવા માફીની માગ શા માટે છે? તે સમજાત, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર ખેડૂતોના પાકની જેમ સડી ગયેલી છે. કૃષિભવનમાં પાકવીમા યોજના બંધ કર્યાનું પાપ તથા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અહીં મૃત અવસ્થામાં પડેલી દેખાત. ર૦૧૬ નો ખેડૂતો માટેનો અત્યંત ઉપયોગી અછતગ્રસ્ત મેન્યુઅલ કિસાન ભવનમાં તરફડિયા મારતો પડ્યો છે.
કૃષિ ભવનમાં ૪૦ થી પ્૦ હજાર કરોડનો પાકવીમાનો ભ્રષ્ટાચાર પણ દેખાત કરીને કટાક્ષ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial