Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી બાલાહનુમાન મંદિરે મંગળા આરતીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુરઃ
'છોટીકાશી'માં જામનગરમાં હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન-પ્રસિદ્ધ હનુમાન મંદિરો તથા અનેક સ્થળે આવેલ હનુમાનજીની ડેરીઓ-નાના સ્થાનકો સહિત ઠેર ઠેર બટુક ભોજન સહિતના ધર્મોત્સવના આયોજનો થયા છે. ખંભાળિયા ગેઈટ બહાર કિસાન ચોક નજીક આવેલ નગરના અતિ પ્રાચીન શ્રી ફૂલિયા હનુમાન મંદિરે હનુમાન જયંતીના દિને પૂજારી દ્વારા સિંદૂરપાન કરવાની પરંપરા છે, જે આજે પણ નિભાવવામાં આવી હતી. વહેલી સવારે પૂજારી દ્વારા સિંદૂર પાન કરવામાં આવ્યું હતું. આ વખતે પૂજારીમાં શક્તિપાત થતો હોવાની માન્યતા છે. સિંદૂર પીવાથી માનવ શરીરને ગંભીર હાનિ થઈ શકે છે, પરંતુ અહીં પૂજારી વર્ષોથી આ પરંપરા નિભાવે છે, છતાં તેમને કોઈ તકલીફ થતી નથી. એ વાતને ભક્તો હનુમાજીની કૃપા માને છે. તળાવની પાળ પર આવેલ પ્રસિદ્ધ શ્રી બાલાહનુમાન મંદિરે પણ આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારે વિશેષ મંગળા આરતીમાં હકડેઠઠ મેદની જોવા મળી હતી. 'શ્રી રામ જય રામ જય જય રામ'ની ગૂંજ વચ્ચે ભક્તો હનુમાન વંદના કરી ધન્ય થયા હતાં. આ ઉપરાંત પણ નગરના શ્રી દાંડિયા હનુમાન મંદિર, શ્રી સુર્યમૂખી હનુમાન મંદિર, શ્રી ચૈતન્ય હનુમાન મંદિર, શ્રી લીંબડિયા હનુમાન મંદિર વિગેરે હનુમાન મંદિરોએ પણ મહાઆરતી, મહાપ્રસાદ વિતરણ સહિતના ધર્મોત્સવ યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial