Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી

ખંભાળીયા શહેર સહિત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: ખંભાળીયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાચીન તથા પ્રસિદ્ધ શ્રી હનુમાનજીના મંદિરોમાં આજે સવારથી જ ભાવિકો ઉમટી પડયા હતા.

જય હનુમાનના નારા સાથે આકડાની માળા, નાળિયેર તથા સિંદૂર લઈને ભાવિકો બાળકો, પરિવારો સાથે ખંભાળીયાના પ્રસિદ્ધ હનુમાનજી મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે ઉમટી પડયા હતા. ખંભાળીયામાં મહાદેવ વાડા પાસે આજે સવારથી શરૂ થયેલ ૧૦૮ હનુમાન ચાલીસાના હોમાત્મક યજ્ઞમાં પણ ભાવિકો પોતાના ઘેરથી વિવિધ પ્રકારની સામગ્રી સાથે આહૂતિ આપવા ઉમટી પડયા હતા.ખંભાળીયાના જાણીતા હનુમાન મંદિરો રોકડીયા હનુમાન, ફુલેલીયા હનુમાન, રંગીલા હનુમાન, બાલા હનુમાન, ખામનાથ મહાદેવ હનુમાન, શરણેશ્વર મહાદેવ હનુમાન, પાળેશ્વર મહાદેવ હનુમાન તથા ભાણવડ, ભાટીયા, સલાયા, કલ્યાણપુર, મીઠાપુર ચમત્કારીક હનુમાન, આંબરડાના એકલ્યા હનુમાન સ્થળે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. તથા વિશેષ શ્રૃંગાર દર્શન પણ યોજાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh