Advertisement
Author: નોબત સમાચાર

ત્રીસ કરોડ કર્મચારીઓની દેશ વ્યાપી હડતાળઃ રૂ।. ૧૫ હજાર કરોડના વ્યવહારો ઠપ્પ

કેન્દ્રની નીતિઓ સામે ટ્રેડ યુનિયનોએ બાયોં ચઢાવીઃ હેલ્થ, ઈન્સ્યોરન્સ, બેન્કીંગ, પાણી-ગેસ પુરવઠો, ઉર્જા, ટ્રાન્સપોર્ટ સેવાઓને અસર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨: કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓના વિરોધ તથા કેટલીક માંગણીઓના મુદ્ે ટ્રેડ યુનિયનોની હડતાળમાં દેશભરના ૩૦ કરોડ જેટલા કર્મચારીઓ જોડાયા હોવાના અહેવાલો છે. તથા આ કારણે સંખ્યાબંધ સેવાઓ ખોરવાઈ ગઈ છે, તથા અંદાજે રૂ।. ૧૫ હજાર કરોડના વ્યવહારો ઠપ્પ થયા હોવાની ધારણા છે.

સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમની દેશવ્યાપી હડતાળને પગલેે ઇલેક્ટ્રિસિટી, બેકિંગ, ઇન્સ્યુરન્સ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, ગેસ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ પર અસર પડે રહી હોવાના અહેવાલો છે. આજે ૧૨ ફેબ્રુઆરીની હડતાળમાં વિવિધ સેકટરના અંદાજે ૩૦ કરોડ કર્મચારીઓ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમે દાવો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ટ્રેડ યુનિયનનાં એક જૂથે કેન્દ્ર સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી, દેશ વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓનાં વિરોધમાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી, જેને વ્યાપક સમર્થન મળી રહ્યુ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

પહેલેથી જ જાહેર થયુ હતું કે, બેંકિંગ સેવાઓ પર આશિંક અસર જોવા મળશે કારણકે બેકિંગ કર્મચારીઓનાં ૯ સંગઠનો પૈકી ૩ યુનિયનો હડતાળમાં જોડાવાના છ.ે ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (એઆઇબીઓસી) અને અન્ય પાંચ બેંક યુનિયનો આ હડતાળમાં જોડાવાના નથી.

કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને જાણ કરી હતી કે ૧૨ ફેબ્રુઆરીએ હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ ઍસોસિએશન  દ્વારા બેંક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ હડતાલમાં ખાનગી બેન્કોના કર્મચારીઓ સહિત કેટલાક બેન્કકર્મીઓ જોડાયા નહીં હોવાના પણ અહેવાલો છે.

આ હડતાળ પાડવાના કારણોમાં ૫ દિવસની બેંકિંગ કામકાજની માગ ઉપરાંત બેંક કર્મચારીઓ હવે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર લેબર કોડ(શ્રમ કાયદા)ના વિરોધમાં આંદોલનનો સૂર છેડ્યો છે. યુનિયનોના આક્ષેપ પ્રમાણે આ લેબર કોડ હિતધારકો સાથે પરામર્શ કર્યા વિના લાવવામાં આવ્યા છે. તેનાથી કર્મચારીઓનો હડતાળનો અને સામૂહિક એકતાનો અધિકાર છીનવાઈ જશે. નવા નિયમોથી કામદારોને મળતી સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી જોખમમાં મૂકાશે. યુનિયન શરુ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતૃત્વ પૂરું પાડવું, હડતાળનું આયોજન કરવું વગેરે મુશ્કેલ બનશે કારણ કે ટ્રેડ યુનિયન બનાવવાની પ્રક્રિયા જટિલ બનાવી દેવામાં આવી છે.

કર્મચારી મંડળોની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના (ઓપીએસ) ફરી લાગુ કરવી અને એનપીએસ નાબૂદ કરવી. જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ અટકાવવું અને તેમને વધુ મજબૂત બનાવવી. બેંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પૂરતી ભરતી કરવી. આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ નોકરીઓ બંધ કરવી. મોટા બાકી લેણાં (બેડ લોન) વસૂલવા માટે કડક પગલાં લેવા, સામાન્ય ગ્રાહકો માટે બેંકોમાં સેવા ચાર્જમાં ઘટાડો કરવો, વીમા કંપનીઓમાં ૧૦૦%  એફડીઆઈના નિર્ણયને પાછો ખેંચવો વગેરેનો સમાવેશ થાય છે.

૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો જેવા કે ૈંદ્ગ્ેંઝ્ર, છૈં્ેંઝ્ર, ઁસ્જી, ઝ્રૈં્ેં, ્ેંઝ્રઝ્ર, જીઈઉછ, છૈંઝ્રઝ્ર્ેં, ન્ઁહ્લ, ેં્ેંઝ્ર એ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ હડતાળનું આયોજન કર્યું છે. જેનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર દ્વારા હાલના ૨૯ શ્રમ કાયદાઓને બદલે ૪ નવા લેબર કોડ લાગુ કરવા સૂચના આપી છે જેના વિરોધમાં દેશ વ્યાપી સામાન્ય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેનુ એમજીબીઈએ દ્વારા પણ સમર્થ કરાગ્યું છે.

૧૨ ફેબ્રુઆરીના સવારે ૧૧:૦૦ વાગ્યે એલિસબ્રિજ(ટાઉનહોલ સામે)થી નહેરુ બ્રિજ સુધી તમામ ટ્રેડ યુનિયનો દ્વારા રેલી કાઢવામાં આવશે, જે બાદમાં 'માનવ સાંકળ' રચી વિરોધ કરવામાં આવશે. આ હડતાળને કારણે ગુજરાતમાં બેંકિંગ સેવાઓને મોટો ફટકો પડશે કારણ કે કુલ ૨૫,૦૦૦ જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાઈ શકે, જેથી રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકોની અંદાજે ૩,૬૭૮ શાખાઓનું

આ હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકો ઉપરાંત ફેડરલ બેંક, કર્મચારીઓ પણ જોડાઈ જતાં એક જ દિવસમાં અંદાજે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના વ્યવહારો ખોરવાય તેવી સ્થિતિ ઉભી થઈ હોવાની ધારણા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh