Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પગાર વધારો, સ્માર્ટ ફોન સહિતની બે ડઝન જેટલી માંગણીઓ રજૂઃ ૪૦૦થી વધુ બહેનો જોડાઈઃ સુત્રોચ્ચાર કર્યા
જામનગરની જિલ્લાની આંગણવાડીની બહેનો દ્વારા પોતાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા હતું. ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો હોવા છતાં મહેનતાણું ચુકવવામાં નહી આવતા આજે ૪૦૦થી વધુ બહેનોએ આવેદનપત્ર પાઠવ્યુ હતું. અને કામથી અળગા રહ્યા હતાં. મહેનતાણા ઉપરાંત જુદી-જુદી ૨૧ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જામનગર નજીકના ધુંવાવ આંગણવાડીમાં ફરજ બજાવતા રાધાબેન ભગવાનજીભાઈ રાઠોડે જણાવ્યા મુજબ આજે જામનગર જિલ્લાની આંગણવાડીમાં ફરજ બજાવતા હેલ્પર અને કાર્યકર બહેનોને પગાર વધારો આપવામાં નહીં આવતા આજે એક દિવસની હડતાળ કરવામાં આવી છે. અને સરકારને ઉદેશીને લખવામાં આવેલ આવેદન પત્ર જામનગર જિલ્લા કલેકટરને પાઠવાયું હતું. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, હેલ્પરને ૨૦,૪૦૦ અને કાર્યકર બહેનોને રૂ।. ૨૪,૮૦૦નો પગાર મંજૂર થયો હોવા છતાં ચૂકવવામાં આવતો નથી. અને વધુ કામગીરી કરાવવામાં આવે છે. સ્માર્ટ ફોનમાં કામગીરી કરવાની રહે છે. પરંતુ ફોન પણ આપવામાં આવ્યા નથી. આ સહિતના તમામ મુદઓનો સરકાર દ્વારા સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી દોહરાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial