Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળ દર્દીઓ સાથે થેરાપિસ્ટ રમતો રમ્યાઃ નાટક ભજવાયુ
જામનગર તા. ૮: ગત બીજી એેપ્રિલ વિશ્વ ઓટિઝમ દિવસ નિમિત્તે જી.જી. સરકારી હોસ્પિટલમાં ડિસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેનસન સેન્ટર અને ભારત વિકાસ પરિષદ જામનગરના સંયુક્ત ઉપક્રમે ઓટિઝમ દિવસની ઉજવણી મેડિકલ કોલેજના લેકચર હોલમાં કરવામાં આવી હતી. જેમાં આ ખામીની સારવાર લઈ રહેલા બાળકોએ તેમના માર્ગદર્શન કરતા થેરાપિસ્ટ સાથે અવનવી રમતો રમ્યા હતા. સરકારી ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમના લેકચરર ડો. કરિશ્મા જગદના માર્ગદર્શનથી ઓટિઝમ જાગૃતિ લાવવા એક નાટક રજૂ કર્યું હતું.
કાર્યક્રમમાં બાળ રોગ વિભાગના ડો. ભદ્રેશ વ્યાસ, સેન્ટરના નોડલ ઓફિસર ડો. સોનલબેન શાહ, ડો.નમ્રતાબેન પરમાર, ડો. હેમાંગીનીબેન, નવજાત શિશુ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો. મૌલિક શાહ, નર્સિંગ અધિક્ષક દીપિકા ગામીત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો. સોનલબેન શાહ દ્વારા વાલીઓને ઓટિઝમની સારવાર અને ધ્યાન શું રાખવું તેની સરળ ભાષામાં સમજ આપી હતી. ભારત વિકાસ પરિષદ જામનગર શાખા દ્વારા દરેક બાળકોને એક સેન્સરી રમકડાની કીટ અર્પણ કરવામાં આવી હતી. અંતે સર્વ બાળકો દ્વારા એક નાની કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. યશેષ વ્યાસ અને માલાબહેનએ કર્યું હતું.
ભારત વિકાસ પરિષદ તરફથી મુખ્ય દાતા ઉમેશ હાપલીયા, મંત્રી લક્ષેશ વાયડા, સભ્યો અનિલ ડાંગરિયા, સુરેશ કરડાની, મંદાકિની ગોસ્વામી, વિનોદભાઈ પુરોહીત, ધર્મેન્દ્રભાઈ રાવલ અને પ્રાંત અધિકારી ડાહ્યાભાઈ સોનગરા હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial