Advertisement
Author: નોબત સમાચાર

ઓડિશાના કટકની હોસ્પિટલમાં આગ લાગતા ૧૦ દર્દીઓના કરૂણ મૃત્યુઃ ત્રણ ગંભીર

મુખ્યમંત્રી મોહનચરણ માંઝી ઘટનાસ્થળે પહોંચ્યાઃ પીડિત પરિવારોને સાંત્વના આપીઃ શોર્ટ સરકીટની આશંકાઃ ફાયર બ્રિગેડે ઠારી આગ

                                                                                                                                                                                                      

ભુવનેશ્વર તા. ૧૬: ઓડિશાના કટકમાં એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આગ લાગતા આઈસીયુમાં સારવાર લઈ રહેલા ૧૦ દર્દીઓના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે, જયારે ત્રણ અન્ય લોકો દાઝી જતા સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી મોહન માંઝી ઘટના સ્થળે દોડી ગયા હતાં.

ઓડિશાના કટકની એસસીબી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગ લાગતા ૧૦ દર્દીઓના મૃત્યુ થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ છે. મૃતાંક વધી શકેછે. મુખ્યમંત્રી મોહનચરણ માંઝી ઘટના સ્થળે પહોંચ્યા છે.

એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે, જો કે હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી અને તેના વિશે તપાસ થઈ રહી છે.

મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ જણાવ્યું કે કટકની એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી ૧૦ દર્દીઓના મોત થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક દર્દીઓને હોસ્પિટલ પરિસરમાં જ નવા મકાનમાં શિફ્ટ કરાયા છે. મુખ્યમંત્રી મોહન માંઝી પણ સ્થિતિની સમીક્ષા માટે હોસ્પિટલ પહોંચ્યા છે, જો કે મૃતાંક વધવાની શક્યતા પણ જણાઈ રહી છે.

મીડિયા અને અખબારી અહેવાલો આ દર્દનાક ઘટના રાત્રે ર-૩૦ થી ૩ વાગ્યાની વચ્ચે ઘટી. બીજી બાજુ અધિકારીઓનું કહેવું છે કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. તેમણે જણાવ્યા મુજબ ફાયરબ્રિગેડ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર હેઠળ દર્દીઓ દમ ઘૂંટવાથી મોતને ભેટ્યા હતાં.

મળતી માહિતી મુજબ આગ ટ્રોમા કેર યુનિટના પહેલા માળે લાગી અને પછી ગણતરીની મિનિટોમાં સમગ્ર આઈસીયુમાં ધૂમાડો ફેલાઈ ગયો. તે સમયે વોર્ડમાં અનેક ગંભીર સ્થિતિવાળી દર્દીઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતાં. હોસ્પિટલ કર્મચારીઓ અને ફાયરના કર્મચારીઓએ તરત બચાવ કામ શરૂ કર્યું, પરંતુ કેટલાક નાજુક સ્થિતિવાળા દર્દીઓ ધૂમાડા અને આગની તેજ જવાળાઓની લપેટમાં આવી ગયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh