Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાંથી લાઈન ફીશીંગ કરતી પંચાવન બોટ કબજે કરી લેતી એસઓજીઃ ખળભળાટ

મોટામાથાઓની બોટ પકડાઈ જતા ફોન રણક્યાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: ઓખામાંથી એસઓજીએ લાઈન ફીશીંગ કરતી પપ બોટ કબજે કરી છે. મોટામાથાઓની ઝડપાઈ ગયેલી બોટના પગલે પોલીસ પર ભલામણના ફોન રણકી ઉઠ્યા હતા પરંતુ પોલીસે અડગ રહી કાર્યવાહી કરી હતી.

દેવભૂમિ દ્વારકા એસઓજી દ્વારા ગઈકાલે ઓખા બંદર પર રાખેલી ડ્રાઈવમાં તે બંદર પરથી ઓપરેટ થતી પપ બોટ લાઈન ફીશીંગ કરતી મળી આવી હતી. ગેરકાયદેસર રીતે ઓખામઢીથી દરિયામાં આઠથી નવ નોટીકલ માઈલ દૂર જ ફીશીંગ કરતી આ તમામ બોટ ઝડપાઈ જતા ભલામણો માટેના ફોન રણકી ઉઠ્યા હતા. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી એસઓજીએ અડગ રહીને કામગીરી કરતા ખળભળાટ મચ્યો છે.

એક લાઈનમાં ચાર એવી રીતે કુલ પપ બોટ નજીકમાં જ માછીમારી કરી રહી હતી. અલગ અલગ ચાર ગ્રુપમાં વહેચાયેલી તમામ માછીમારી બોટને કાંઠે લાવવામાં આવી હતી. એક ગ્રુપમાં ૧૩ એવા ત્રણ ગ્રુપ અને એક ગ્રુપમાં ૧પ હોય તેવું ગ્રુપ ઝડપાઈ ગયું છે. તે બોટોમાંથી પકડાયેલા માછીમારોએ વધુ પ્રમાણમાં માછલીઓ મળી રહે તે માટે અવારનવાર સુચના અપાતી હોય, લાઈન ફીશીંગ કરવાથી વધુ માછલીઓ મળશે તેવી લાલચથી લાઈન ફીશીંગ કર્યાની કબૂલાત કરી છે.

વછરાજ, વિશાલરાજ, તીર્થરાજ-૩, ધ્રુમીરાજ, શ્રવણરાજ, રામરાજ, વૈદ્યરાજ, શિવરાજ-૧, ગજરાજ, પૃથ્વીરાજ-૧, પવનરાજ, અલકુતુબ, મૌલાઅલી, શેખ અબ્દુલકાદરી જીલાની, અલ હુસેની, આ સબા કા રસીલા, અલ સેલાની, અલ હસેની, અલ જુનેદ-૧, અલ જીલાની, અલ મસીયાની, અલ રહેમાની-૧, ખ્વાજા કી દીવાની, અલ કેજીએન સબમરીન, અલ સીરાજી, અલ જુમેદ, ફૈઝ કીરમાણી-ર, અલ જુનેદ-ર, અલ બગદાદી, ગોરેહીરા, અલ રૂકનશા, અલ અફન, અલ અસહાબા-ર, અલ શાહનવાઝ, અલ જીલાની, અલ આહીલ, અલ રૂકસાના, અલ જોયા, અલ સયામા, અલ નસીબા, અલ સીફુલા, અલ અયાઝ, અલ સીફા, અલ સૈયદ પીર, અલ દનીયલ, અલ અતીક, અલ સીદીકા, ઝુલ્ફીકાર, અલ ફૈઝાની, બંસરી, વરધીની, ઉન્નતી, બીનોતી, બીંદીયા અને હેમાલી નામની પપ બોટ કબજે કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh