Advertisement
Author: નોબત સમાચાર

બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજારવા અંગે પોલીસ કર્મચારી સામે યુવતીની ફરિયાદથી ખળભળાટ

સતત નવ વર્ષ સુધી બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ખંભાળિયા નજીક વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી સામે ઓખા પંથકની એક યુવતીએ સતત નવ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં વસવાટ કરતા અને ખંભાળિયા નજીકના વાડીનાર મરીન પોલીસ મથકમાં હેડ કોન્સ.ની ફરજ બજાવતા રણવીરસિંહ વખતસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારી સામે છેલ્લા નવેક વર્ષથી દુષ્કર્મ ગુજારવા અંગે એક યુવતીએ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

ફરિયાદમાં આ યુવતીએ જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૬માં તેણીની સાથે રણવીરસિંહ જાડેજા નામનો પોલીસકર્મી સંપર્કમાં આવ્યો હતો. ફોન પર થતી રહેતી વાતચીત પછી રણવીરસિંહે તે યુવતીને મળવા માટે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. તે પછી આ યુવતીએ લગ્ન કરી લેવાનું કહેતા રણવીરસિંહ ફરી ગયો હતો. તેથી યુવતીને મળવા આવવાની ના પાડતા તેણીના અગાઉના ફોટા તથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રણવીરસિંહે બ્લેકમેઈલીંગ આચરી દુષ્કર્મનો ભોગ બનાવી હતી. સતત ૯ વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ ગુજારવા અંગે આ યુવતીએ રણવીરસિંહ વખતસિંહ જાડેજા સામે ઓખા મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh