Advertisement
Author: નોબત સમાચાર

વીવાયઓ દ્વારા પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજીની નિશ્રામાં હોલી રસિયા-ફૂલ ફાગ મહોત્સવ ઉજવાયો

જામનગરમાં નિર્માણાધીન વ્રજધામ હવેલીના આંગણે પ્રથમ વખત પુષ્ટીમાર્ગીય ઉત્સવની ભવ્ય ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગરના આંગણે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ) દ્વારા લાલપુર રોડ પર નિર્માણ થવા જઇ રહેલ વ્રજધામ હવેલીના પટાંગણમાં ભવ્યાતિભવ્ય 'હોલી રસિયા' અને ફૂલ-ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વીવાયઓના પ્રણેતા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયના મંગલ અને પાવન સાન્નિધ્યમાં યોજાયેલા આ દિવ્ય મહોત્સવમાં જામનગરના હજારો વૈષ્ણવ ભક્તો ઉમટી પડ્યા હતા. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની પરંપરા અનુસાર, ભક્તો પ્રભુ ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈને હોલીના રસિયાના નાચગાન વચ્ચે રંગબેરંગી વિવિધ ફૂલોની વર્ષા કરી એકબીજા સાથે ફૂલ-ફાગ રમવા ઘેલા બન્યા હતા અને 'સંગ ફૂલ ફાગ ઉત્સવ' અંતર્ગત આ અલૌકિક ઉત્સવનો અનેરો લ્હાવો લીધો હતો.

પૂ. વ્રજરાજકુમારજી મહોદયે વૈષ્ણવોને આશીર્વચન પાઠવ્યા હતા.આ તકે આ હવેલીના નિર્માણ કાર્ય હેતુ ભૂમિદાન આપનાર દાતા, ઉદ્યોગપતિ અને જામનગર જિલ્લા પ્રભારી સુરેશભાઈ કાછડીયા તથા લીનાબેન કાછડીયાને જેજે શ્રીએ હ્ય્દયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

ઉત્સવમાં સિડનીથી શ્યામભાઈ મોરડ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિઓ ધીરૂભાઈ શિંગાળા, મુકેશભાઈ અકબરી અને જીતુભાઈ કમાણી વગેરે વૈષ્ણવો દેશ વિદેશથી પધાર્યા હતાં. મુખ્ય દાતા (મનોરથી) તરીકે ગંગાસ્વરૂપ શારદાબેન રમેશભાઈ દોંગા, રૂચિરભાઈ રમેશભાઈ દોંગા અને તેમના ધર્મપત્ની નિરલબેને ઉદાર હાથે સહયોગ આપ્યો હતો. જેજે શ્રી મહોદયે આ તમામ મનોરથી પરિવાર અને વિશેષ દાતાઓને પ્રભુ સેવાના આ ઉત્તમ કાર્ય બદલ વિશેષ આશીર્વાદ અને સાધુવાદ પાઠવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh