Advertisement
Author: નોબત સમાચાર

શિવ શોભાયાત્રા પસાર થઈ ત્યારે કરાઈ ઈલેકટ્રોનિક આતશબાજીઃ ભવ્ય સ્વાગત

સેતાવાડમાં ગજકેસરી યુવા ગૃપ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના સેતાવાડ વિસ્તારમાંથી ગઈકાલે શિવ શોભાયાત્રા પસાર થઈ હતી, ત્યારે ભગવાન શિવજીની પાલખી સેતાવાડ પાસે પહોંચી, ત્યારે ત્યાંના સ્થાનિક શ્રી ગજ કેસરી યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ઇલેક્ટ્રોનિક્સ આતસબાજીની સાથે પાલખીનું સવિશેષ સ્વાગત કરાયું હતું.

આ વર્ષે પણ ગજ કેસરી યુવા ગ્રુપ દ્વારા સેતાવાડના ચોકમાં મોટા ટાવર ઊભા કરી દેવાયા હતા, અને તેમાં ઇલેક્ટ્રોનિક આતશબાજીની મોટી શૃંખલા લગાવવામાં આવી હતી. દરમિયાન ભગવાન શિવજીની પાલખી ત્યાં આવી પહોંચી, ત્યારે ભવ્ય આતશબાજી કરાઈ હતી. રંગબેરંગી લાઇટીંગ સાથેનો આતશબાજી સાથેનું ભગવાન શિવજીનું સ્વાગત નિહાળીને અનેક શિવભક્તો દંગ રહી ગયા હતા. ઉપરાંત આ ગ્રુપ દ્વારા જ સેતાવાડના મુખ્ય રોડ પર 'હિન્દુ' શબ્દ અંકિત કરેલો વિશાળ કદનો ભગવા ધ્વજ રોડની મધ્યમાં લગાડવામાં આવ્યો હતો. જે ભગવો ધ્વજ ફરકતીં જોઈને જામનગરના તમામ સનાતનીઓ ગજગજ ફુલાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh