Advertisement
Author: નોબત સમાચાર

ખંઢેરાની જમીન અંગે કલેક્ટર સમક્ષ કરાયેલી અપીલ મંજૂર

પ્રતિવાદીની તરફેણમાં થયો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: કાલાવડના ખંઢેરા ગામમાં આવેલી એક જમીન અંગે નોંધ સામે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરાયા પછી જિલ્લા કલેકટર સમક્ષ અપીલ થઈ હતી. તે અપીલ મંજૂર રાખવામાં આવી છે.

કાલાવડના ખંઢેરા ગામમાં સ.નં.૯૩૧માં જમીન ધરાવતા કાનાભાઈ પ્રેમજીભાઈએ ૨૦૦૭માં કરેલા વીલમાં તેના પુત્ર દેવશીભાઈને આ જમીન આપી હતી. તેમના અવસાન પછી દેવશીભાઈએ વીલના આધારે ગામ દફતરે પોતાના નામે જમીન કરવા નોંધ દાખલ કરાવી હતી.

તે નોંધ સામે કાનાભાઈના વારસ ભાનુબેન નારણભાઈ કપુરીયાએ વાંધા અરજી લેતા મામલતદારે તે અરજી નામંજૂર કરી હતી. તેથી ભાનુબેને ગ્રામ્યના પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી હતી. તે અપીલમાં પણ તરફેણમાં ચૂકાદો ન આવતા તેઓએ જિલ્લા કલેકટર સમક્ષ અપીલ નોંધાવી હતી.

કલેકટરે તેને મંજૂર રાખી ભાનુબેનની તરફેણમાં હુકમ કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ ઉષાબા એચ. જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh