Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા
નવી દિલ્હી તા. ૧૪: ઈન્ડિગોએ ૪રપ થી ર૩૦૦ રૂપિયા સુધી ફ્લાઈટના ભાડા વધારી દીધા છે. મુસાફરોએ ફ્યુઅલ સરચાર્જ ચૂકવવો પડશે. ઈંધણના ભાવમાં ૮પ % થી વધુનો વધારો જોવા મળ્યો છે.
અમેરિકા-ઈરાનના યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઈન ખોરંભાઈ છે, ત્યારે વિશ્વમાં જેટ ફ્યુઅલના ભાવોમાં પણ વધારો થયો છે, જેના પગલે ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ તમામ ટિકિટોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઈન્ડિગોએ ફ્લાઈટ ટિકિટના ભાવમાં રૂ।. ૪રપ થી રૂ।. ર૩૦૦ સુધીનો વધારો કર્યો છે, જે મુસાફરો પાસેથી ઈંધણ સરચાર્જ તરીકે વસૂલવામાં આવશે. ઈન્ડિગોએ માહિતી આપી હતી કે ફ્લાઈટ ટિકિટના નવા ભાવ ૧૪ માર્ચ ર૦ર૬ થી અમલમાં આવશે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઈંધણના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
જેટ ફ્યુઅલ મોનિટર અનુસાર આ ક્ષેત્રમાં ઈંધણના ભાવમાં ૮પ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, એવિએશન ટર્બાઈન ફ્યુઅલ એરલાઈનના સંચાલન ખર્ચનો મોટો ભાગ છે. આ અચાનક ભાવધારાથી ઈન્ડિગો સહિત તમામ એરલાઈન્સના ખર્ચ અને નેટવર્ક પર નોંધપાત્ર અસર પડશે.
કંપનીએ જણાવ્યું હતું કે, જ્યારે ઈંધણના ભાવમાં આ મોટા વધારાનો સંપૂર્ણ પ્રભાવ ઘટાડવા માટે ભાડામાં ફેરફાર જરૂરી છે. ઈન્ડિગોએ ગ્રાહકો પરના બોજને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ ચાર્જના રૂપમાં પ્રમાણમાં ઓછો વધારો લાગું કર્યો છે. ૧૪ માર્ચ ર૦ર૬ ના ઈન્ડિગો ફ્લાઈટ્સ માટે તમામ નવી બુકીંગ પર ભાડાની સાથે ઈંધણ ચાર્જ વસૂલવામાં આવશે.
ઈન્ડિગોએ ભારતમાં ચાલતી બધી સ્થાનિક ફ્લાઈટ્સ માટે રૂપિયા ૪રપ નો વધારાનો ઈંધણ ચાર્જ નક્કી કર્યો છે. ભારતીય ઉપખંડના દેશો, જેમ કે બાંગલાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવ્સ માટે પણ રૂપિયા ૪રપ નો ઈંધણ ચાર્જ વસૂલવામાં આવશે. ઈન્ડિગોએ મધ્ય પૂર્વની ફ્લાઈટ્સ માટે રૂપિયા ૯૦૦, દક્ષિણપૂર્વ એશિયા અને ચીનની ફ્લાઈટ્સ માટે રૂપિયા ૧,૮૦૦, આફ્રિકન અને ૫શ્ચિમી એશિયાઈ દેશોની ફ્લાઈટ્સ માટે રૂપિયા ૧.૮૦૦ અને યુરોપિયન દેશોની ફ્લાઈટ્સ માટે રૂપિયા ર,૩૦૦ ઈંધણ ચાર્જ નક્કી કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial