Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સન્માન-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો
જામનગર તા. ૧૯: શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ-ઘુમલી દ્વારા લુણંગ ગણેશ ઉત્સવ-૨૦૨૬નું ભવ્ય આયોજન ઘુમલીમાં કરવામાં આવ્યું છે.
જેમાં તા. ૨૧ના સાંજે ૭ વાગ્યે સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજના પ.પૂ. ઈષ્ટદેવશ્રી મામાદેવ કથિત વેદ-જ્ઞાનવાણી-વક્તા કરશનભાઈ કોચરા (ગાંધીધામ-કચ્છ), કરશનભાઈ દેવળીયા (ગાંધીધામ-કચ્છ) દ્વારા રજૂ કરવામાં આવશે. રાત્રે ૧૨ વાગ્યે દાતાઓ-મહાનુભાવોનું સન્માન, તા. ૨૨ના સવારે ૬ વાગ્યે ભેટ-પૂજા, ૭ વાગ્યે પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
આ ધાર્મિક મેળામાં જોડાતા પદયાત્રીઓ તા. ૧૯ના વહેલી સવારે હનુમાનની ડેરી, હીરાસર, જામનગરથી પ્રયાણ કર્યું હતું તેઓ તા. ૨૧ના ઘુમલી પહોંચશે.
પદયાત્રીઓ માટે જુદા જુદા દાતાઓ દ્વારા ભોજન-ચા-પાણી, આરામ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વ. કાનાભાઈ આશાભાઈ નંજાર પરિવાર તરફથી દરેડ ગામ પાસે, મહેશ્વરી મેઘવાર પંચ (ચેલા) તરફથી ચેલા ગામ પાસે, મધુભાઈ માલશીભાઈ એરડીયા તરફથી આરીખાણાના પાટીયા પાસે, સ્વ. બાનાભાઈ ખીસીભાઈ ગોરડીયા પરિવાર તરફથી જલારામ મંદિર (લાલપુર),દલિત સમાજ સણોસરી પંચ તરફથી સણોસરીના પાટીયા સહિતના સ્થળોએ મહાનુભાવો દ્વારા પદયાત્રીઓ માટે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે.
ગજબ ગ્રુપ (જામનગર), મહેશ્વરી યુવા ગ્રુપ (લાલપુર), ગણેશનગર પંચ (જામનગર), ખારીખાણા મેઘવાર પંચ તરફથી પદયાત્રીઓ માટે છાસ, ઠંડા પીણા, ફ્રૂટ તેમજ ધરમપુર ગામના પાટીયા પાસે ધરમપુર પંચ તરફથી કેમ્પ રાખવામાં આવ્યો છે. જામનગરથી ઘુમલી સુધી પાણીની વ્યવસ્થા લાલાભાઈ માલસીભાઈ ગોરડીયા-ઢીંચડા તરફથી કરવામાં આવી છે.
આ ઉત્સવમાં તા. ૨૧ના રાત્રે મહાપ્રસાદ તથા તા. ૨૨ના સવારે આયોજિત પ્રસાદ માટે શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ-ઘુમલીના તમામ હોદ્દેદારોનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આ ઉત્સવને સફળ બનાવવા માટે હોદ્દેદારો રાણાભાઈ વારસાખિયા, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ (જય અંબે ઓટો ગેરેજ), કિરણકુમાર ગડણ, જયંત વારસાખિયા (એડવોકેટ એન્ડ નોટરી), કે.ડી. જોડ (નિવૃત્ત મામલતદાર), માલશીભાઈ ગોરડીયા, બાબુભાઈ જોડ, બાબુભાઈ વિંઝોડા, ગાંગાભાઈ માતંગ, ગીરીશભાઈ માતંગ, સતિષભાઈ ચુંયા, સમિતિના સભ્યો, સમાજના મંડળો, ટ્રસ્ટો, પંચ ધર્મગુરૂઓ, મહારાજશ્રીઓ અને આગેવાનો તન-મન-ધનથી સહયોગ આપી જહેમત ઉઠાવી રહયા છે.
આ તકે સમસ્ત મહેશ્વરી સમાજના તમામ જ્ઞાતિજનો, ધર્મગુરૂઓ, મહારાજશ્રીઓ તથા ધર્મપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઈ વારસાખિયા દ્વારા જણાવાયુ છે. તેમ મહામંત્રી જયંત વારસાખિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial