Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ રેલવે ડિવિઝનલ હોસ્પિટલમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસઃ 'નુકડક નાટક'

ટુ ગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વીથ સાયન્સનું થીમ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૯: રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. જેમાં ડોક્ટરો, પેરા-મેડિકલ સ્ટાફ, રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો * નુક્કડ નાટક દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ અપાયો હતો.

રાજકોટ સ્થિત ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉત્સાહ અને જાગૃતિના વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના તમામ ડોક્ટરો, પેરા-મેડિકલ સ્ટાફ, રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ સક્રિયપણે ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની સ્થાપના ૭ એપ્રિલ ૧૯૪૮ના થઈ હતી. આ ઉપલક્ષમાં દર વર્ષે ૭ એપ્રિલે સમગ્ર વિશ્વમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ પર જનજાગૃતિ વધારવી, વૈજ્ઞાનિક સહયોગને પ્રોત્સાહિત કરવો અને દરેક માટે સમાન તથા સુલભ સ્વાસ્થ્ય સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે.

આ વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની થીમ ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ નિર્ધારિત કરવામાં આવી છે, જેનો અર્થ છે  સ્વાસ્થ્ય માટે સાથે આવો અને વિજ્ઞાન સાથે ઉભા રહો. આ દિવસ સમાજમાં સ્વાસ્થ્યના મહત્વને રેખાંકિત કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાની મહત્ત્વપૂર્ણ તક પૂરી પાડે છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના મુખ્ય તબીબી અધિકારી ડો. રાજકુમારે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય એ માત્ર વ્યક્તિગત જવાબદારી નથી, પરંતુ સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે સમાજ વૈજ્ઞાનિક વિચારધારાને અપનાવે છે અને તમામ લોકો મળીને કામ કરે છે, ત્યારે જ સ્વસ્થ, સુરક્ષિત અને સશક્ત સમાજનું નિર્માણ શક્ય બને છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અફવાઓ, અધૂરી માહિતી અને ભ્રમણાઓથી બચીને પ્રમાણિત તબીબી પદ્ધતિઓ, રસીકરણ, આધુનિક ટેકનોલોજી અને સંતુલિત તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવી એ સમયની જરૂરિયાત છે.

કાર્યક્રમ દરમિયાન રેલવે હોસ્પિટલના અન્ય તબીબોએ પણ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી અને નિયમિત સ્વાસ્થ્ય તપાસ, સંતુલિત આહાર અને વ્યાયામના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

સ્વાસ્થ્ય જાગૃતિને વધુ અસરકારક બનાવવાના હેતુથી એક રસપ્રદ નુક્કડ નાટક નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી ઉપસ્થિત લોકોને સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસ્તુતિની તમામ ઉપસ્થિતોએ ભારે પ્રશંસા કરી હતી.

રેલવે હોસ્પિટલના આ આયોજનથી રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિમાં વધારો થયો હતો. ઉપસ્થિત તમામ લોકોએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે રાજકોટ ડિવિઝને જાહેર સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર મજબૂત રીતે દર્શાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh