Advertisement
Author: નોબત સમાચાર

સોનામાં ૧૦ ગ્રામ દીઠ રૂ।. ૧૮૦૦ અને ચાંદીમાં કિલોદીઠ રૂ।. ૭૫૦૦નો બોલ્યો કડાકો

મિડલ ઈસ્ટના યુદ્ધની અવળી ઈફેકટ ?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૦૯: સામાન્ય રીતે યુદ્ધના સમયમાં સોના-ચાંદીમાં રોકાણ સુરક્ષિત ગણાતી હોવાથી તેની માંગ વધતા ભાવો વધતા હોય છે, પરંતુ મિડલ ઈસ્ટના યુદ્ધની અવળી ઈફેકટ થઈ હોય તેમ સોના-ચાંદીના ભાવોમાં આજે જંગી ઘટાડો થયો છે.

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી રોકાણકારો હેરાન છે. સામાન્ય રીતે અશાંતિના સમયમાં સોના-ચાંદીને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને તેના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

સોમવારે ચાંદીના ભાવમાં એકાએક ૭,૫૦૦ રૂપિયા અથવા ૨.૫૩% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૦૦ રૂપિયાથી વધુ સસ્તું થયું છે.

ચાંદીના ભાવમાં આવેલા આ મોટા ઘટાડાની વાત કરીએ તો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શુક્રવારે ચાંદીનો ભાવ ૨,૬૮,૨૮૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો, જે સોમવારે ખુલતાની સાથે જ ઘટીને ૨,૬૦,૭૪૩ રૂપિયા પર આવી ગયો હતો.

આમ, માત્ર એક જ ઝટકામાં ચાંદી પ્રતિ કિલો ૭,૫૪૨ રૂપિયા સસ્તી થઈ છે.  તેવી જ રીતે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે ૧,૬૧,૬૩૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયેલું સોનું સોમવારે ઘટીને ૧,૫૯,૮૨૬ રૂપિયા પર પહોંચ્યું હતું, એટલે કે ૨૪ કેરેટ સોનામાં પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૦૮ રૂપિયાનો ઘટાડો થયો છે.

સામાન્ય રીતે જ્યારે દુનિયામાં તણાવ વધે છે, ત્યારે રોકાણકારો સોના-ચાંદીને સુરક્ષિત માનીને તેમાં રોકાણ વધારે છે, જેના કારણે તેના ભાવ આસમાને પહોંચતા હોય છે. જોકે, અત્યારે સ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે, કારણ કે યુદ્ધની શરૂઆતમાં ભાવમાં મોટો ઉછાળો આવ્યા બાદ હવે રોકાણકારો નફો વસૂલ કરવાનું એટલે કે 'પ્રોફિટ બુકિંગ' કરવાનું પસંદ કરી રહૃાા છે.

એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, રોકાણકારો અત્યારે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાને બદલે હાથ પર રોકડ રકમ રાખવાને વધુ મહત્ત્વ આપી રહૃાા છે, જેના પરિણામે બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહૃાો છે. જેથી એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે, આ યુદ્ધની અવળી ઈફેકટ છે. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh