Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના લાખોટા લેઈક નજીક 'એક શામ શહિદો કે નામ' કાર્યક્રમ

શહિદ દિવસ નિમિત્તે તા. રરમી માર્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: આગામી તા. ર૩ માર્ચે વર્ષ-૧૯૩૧ માં ભારતના ત્રણ મહાન ક્રાંતિકારીઓ, ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને અંગ્રેજ સરકાર દ્વારા લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેઓએ નાની ઉંમરે હસતા મુખે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેની પૂર્વ સંધ્યાએ તા. રર-૩-ર૦ર૬ ના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા, જામનગર શહેર દ્વારા શહીદોના નામે દેશભક્તિ કાર્યક્રમ 'એક શામ શહિદોકે નામ' નું આયોજન કરેલ છે.

જામનગર લાખોટા લેઈક ગેઈટ નં. ૧ પાસે રાત્રે ૮.૩૦  વાગ્યે ભવ્ય દેશભક્તિ મ્યુઝિકલ શો નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની જનતાને આ જાહેર કાર્યક્રમમાં જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh