Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સૈન્ય સંઘર્ષમાં બન્ને તરફ ખુવારીઃ ૩૦૦ના મૃત્યુઃ ૫૦૦થી વધુ ઘાયલ

અફઘાની હુમલાઓ પાછળ ભારતનો હાથ હોવાનો પાકિસ્તાનનો આક્ષેપ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૮: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સૈન્ય સંઘર્ષમાં બન્ને તરફ ખુવારી થઈ રહી છે. આ સંઘર્ષમાં ૩૦૦નાં મોત થયા છે. ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આતંકી હુમલાઓ પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ પણ પાકિસ્તાને કર્યો છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં બંને પક્ષના ૩૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. બંને દેશો એકબીજાને આગળ પણ સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી રહૃાા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દખલગીરી કરશે? ત્યારે તેમણે કહૃાું કે હું દખલગીરી કરી શકું છું, પરંતુ મારા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. પાકિસ્તાન આ સમયે ઘણું સારું કરી રહૃાું છે.

બીજી તરફ, પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે દેશમાં થતા આતંકી હુમલાઓ પાછળ ભારતની ભૂમિકા છે. તેમનું કહેવું છે કે આ ગતિવિધિઓ માટે અફઘાન તાલિબાનના ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સંઘર્ષની શરૂઆત ગુરુવારે મોડીરાત્રે થઈ, જ્યારે અફઘાનિસ્તાને ૨૨ ફેબ્રુઆરીના થયેલા પાકિસ્તાની એરસ્ટ્રાઈકના જવાબમાં કાર્યવાહી કરી. ત્યાર બાદ પાકિસ્તાને 'ઓપરેશન ગઝબ-લિલ-હક' શરૂ કર્યું. પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા, નંગરહાર અને અન્ય પ્રાંતોમાં એરસ્ટ્રાઈક કરી.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં ૨૭૪ તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે અને ૪૦૦થી વધુ ઘાયલ થયા છે.

તેમનું કહેવું છે કે ૧૧૫ ટેન્ક અને બખ્તરબંધ વાહનો નષ્ટ કરવામાં આવ્યાં, ૭૪ ચોકી તબાહ કરવામાં આવી અને ૧૮ ચોકી પર પાકિસ્તાની સેનાએ નિયંત્રણ મેળવી લીધું છે. પાકિસ્તાને એ પણ સ્વીકાર્યું કે તેના ૧૨ સૈનિકો માર્યા ગયા અને ૨૭ ઘાયલ થયા છે. જ્યારે તાલિબાનનું કહેવું છે કે તેના માત્ર ૮થી ૧૩ લડવૈયા માર્યા ગયા અને કેટલાક ઘાયલ થયા છે. તેણે દાવો કર્યો કે ૫૫ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને બે સૈન્ય મુખ્યાલયો સહિત અનેક ચોકીઓ પર કબજો કરવામાં આવ્યો. તાલિબાને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાને આગળ હુમલો કર્યો તો વધુ સખત જવાબ આપવામાં આવશે.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે તેણે પાકિસ્તાનની અંદર ડ્રોનથી સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યા. જ્યારે પાકિસ્તાનના સૂચનામંત્રી અત્તાઉલ્લાહ તરારે કહૃાું હતું કે એબટાબાદ, સ્વાબી અને નૌશેરામાં નાના ડ્રોન પાડી દેવામાં આવ્યા અને કોઈ મોટું નુકસાન થયું નથી.

આ ઘટનાઓ પછી પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં ખાનગી ડ્રોન ઉડાડવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે.

પૂર્વ પાકિસ્તાની સેના અધિકારી આદિલ રાજાએ દાવો કર્યો કે અફઘાનિસ્તાનથી ઉડાડવામાં આવેલા ડ્રોને ઇસ્લામાબાદ નજીક એક ન્યૂક્લિયર એનર્જી સેન્ટર સહિત અનેક મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યા, જોકે એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

પાકિસ્તાનની સેનેટે અફઘાનિસ્તાન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કર્યો. વિદેશ મંત્રાલયે કહૃાું હતું કે આગળ કોઈપણ ઉશ્કેરણી પર માપેલો, પરંતુ કડક અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે.

વડાપ્રધાન શાહબાઝ શરીફે સેના મુખ્યાલયની મુલાકાત લીધી અને ઝીરો ટોલરન્સની નીતિનું પુનરાવર્તન કર્યું. પાકિસ્તાનના સૂચનામંત્રીએ અફઘાન તાલિબાન સરકારને ગેરકાયદે ગણાવતા આરોપ લગાવ્યો કે ત્યાં મહિલાઓ અને લઘુમતીઓના અધિકારો છીનવી લેવામાં આવી રહૃાા છે.

ડુરંડ લાઈનને લઈને લાંબા સમયથી વિવાદ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ડુરંડ લાઈનને લઈને લાંબા સમયથી વિવાદ છે. બંને દેશો એકબીજા પર હુમલા અને આતંકવાદીઓને છુપાવવાનો આરોપ લગાવતા રહે છે. ૨૦૨૧માં અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદથી તણાવ વધી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh