Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત વિધાનસભા પાછળ ખર્ચાતા લાખો રૂપિયા થાય છે બરબાદઃ જનતા જાગે

સંસદ પાછળ પણ કરોડો ખર્ચાય છે

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૮: (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા) લોકશાહીના સર્વોચ્ચ સ્તંભ લોકસભા અને રાજયની વિધાનસભાઓમાં ક્ષુલ્લક મામલે ધમાલ સર્જાય છે અને તેને પગલે ગૃહને મુલતવી રાખવામાં આવે છે. ત્યારે સમય તો વૈડફાય જ છે. પરંતુ, મોટો આર્થિક બોજો પણ સહન કરવો પડે છે.

લોકસભાનું સત્ર મળે ત્યારે તેની એક બેઠકનો ખર્ચ પ્રતિદિન રૂપિયા ૬૬ લાખ થવાનો અંદાજ એક અભ્યાસમાં બહાર આવ્યો છે. આમ એક કલાકનો ખર્ચ રૂ. ૧૧,૧૦,૦૦૦/- અને એક મિનિટનો ખર્ચ રૂ.૧૮, ૫૦૦/- થાય છે.

લોકસભાની જેમ રાજ્યની વિધાનસભાઓમાં પણ ક્ષુલ્લક વિષયો પર લાંબી ચર્ચાઓ ચાલે છે અને ગૃહને મુલતવી રાખવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની બેઠકનો ખર્ચ કેટલો થાય છે તેના આંકડા સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરાયા નથી. પરંતુ, વિધાનસભામાં ઉચ્ચ અધિકારી તરીકે વર્ષો સુધી સેવા આપનારે તેમના અભ્યાસમાં તારવેલા ખર્ચના આંકડાઓ ચોંકાવી મુકે તેમ છે. અને લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જાય છે.

આમાં ધારાસભ્યો અને પ્રધાનોને મળતા પગારની રકમનો સમાવેશ થતો નથી. ગુજરાત વિધાનસભામાં ૧૯૬૦-૬૧ મી સાલમાં સત્ર દરમ્યાન એક દિવસનો ખર્ચ માત્ર રૂપિયા ૭૩૯૩ હતો અને પ્રત્યેક ધારાસભ્ય દીઠ માત્ર રૂપિયા ૬૪.૨૮ પૈસાનો ખર્ચ થતો હતો.

લોકસભામાં ગૃહની બેઠક સમયે થતાં ખર્ચની વિગતો સત્તાવાર રીતે જાહેર કરાઇ છે. પરંતુ, વિધાનસભાઓમાં ખર્ચની વિગતો જાહેર કરાતી નથી. ગુજરાત વિધાનસભામાં સત્ર સમાપ્તીના સમયે કાર્યવાહીની ઝીણામાં ઝીણી વિગતો આપવામાં આવે છે અને કલાકો અને મિનિટોને ગણાવાઇ છે. પરંતુ, ખર્ચના આંકડાઓ આપવામાં આવતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોના પગાર-ભથ્થા પાછળ ૧૯૬૦-૬૧ માં રૂ. ૪૦,૬૬,૦૭ નું ખર્ચ થતુ હતું જે ૨૦૦૧-૦૨માં રૂપિયા ૩,૪૦,૦૦૦૦,૦૦ થવા જાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh