Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાને 'સાંસ્કૃતિક વન નિર્માણ'નો નવો અભિગમ આપી હરીયાળી ક્રાંતિનો નવો રાહ ચિંધ્યો છેઃ કૃષિમંત્રી રાઘવજી પટેલ
જામનગર તા. ૮: રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્રોલમાં જિલ્લા કક્ષાના ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાંસ્કૃતિક વન નિર્માણનો નવો અભિગમ આપી હરીયાળી ક્રાંતિ માટેનો નવો રાહ ચીંધ્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 'એક પેડ માઁ કે નામ ૨.૦' અંતર્ગત જિલ્લા કક્ષાના ૭૬માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ નોંધપાત્ર કામગીરી કરેલ વન વિભાગના કર્મચારીશ્રીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને વૃક્ષો સાથે મનુષ્યનો સદીઓથી અતૂટ સબંધ રહૃાો છે .ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ ઔષદ્યિય દૃષ્ટિએ પણ વૃક્ષો પોતાનું આગવું અને અનન્ય મહત્વ ધરાવે છે. કેટલાક છોડ અને વૃક્ષોની આપણે પૂજા પણ કરીએ છીએ. જેમકે, તુલસી અને પીપળો. શરદી-ખાંસીથી લઇને અન્ય બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
પીપળો ૨૪ કલાક ઓક્સિજન પૂરું પાડે છે. આધ્યાત્મિક રીતે પીપળાનું વૃક્ષ એટલું મહત્ત્વનું છે કે ભગવાન કૃષ્ણે પોતે ગીતામાં કહૃાું છે, અશ્વથઃ સર્વવૃક્ષણામ, એટલે કે વૃક્ષોમાં હું પીપળ છું. જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પણ પીપળાનું વૃક્ષ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. વૃક્ષો ધોવાણ ઘટાડવા અને આબોહવા નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે અને ઓક્સિજન પૂરું પાડે છે.
પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહૃાા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ. વૃક્ષ ઉછેર માટેની પ્રેરણા પૂરી પાડવાના ઉમદા ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાંસ્કૃતિક વન નિર્માણનો નવો અભિગમ આપી હરિયાળી ક્રાંતિ માટેનો નવો રાહ ચીંધ્યો છે. તેમજ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામેના ઉપાયો તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા 'એક પેડ માં કે નામ' અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે. જેના પરિણામે રાજ્યમાં ખુબ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે મંત્રીએ પણ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ વન સંરક્ષક ગીર(પશ્ચિમ) વન વિભાગના પ્રશાંત તોમર, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, નાયબ વન સંરક્ષકશ્રી રાધિકા પડસાલ, અગ્રણી ડાયાભાઈ ભીમાણી, આગેવાનો, અધિકારીઓ, શાળાની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial