Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકડાયરાઓમાં ઊડતી નોટોના બંડલ ક્યાંથી આવે છે
જામનગર તા. ૧૬: દિવાળી જેવા વર્ષના મહાપર્વ સમયે નવી ચલણી નોટો માટે લોકોમાં, વેપારીઓમાં મોટી માંગ ઉદ્ભવે છે. રૂ. ૧૦, રૂ. ર૦, રૂ. પ૦ ની નવી ચલણી નોટ મળે તો તહેવારોમાં વ્યવારિક લેતી-દેતીમાં એક શુકન પણ ગણવામાં આવે છે.
છેલ્લા થોડા વર્ષોથી રૂ. ૧૦, રૂ. ર૦, રૂ. પ૦ ની નવી નોટ મેળવવી મુશ્કેલ બની રહેલ છે. સંબંધિત બેંકો દ્વારા માત્ર લાગતાવળગતા વેપારીઓ કે આગેવાનોને જ નોટોના બંડલ આપી દ્યે છે. બેંકો દ્વારા એવો જવાબ મળે છે કે, અમને પણ ખૂબ ઓછા જથ્થામાં જ નવી નોટોના બંડલ મળે છે. રૂ. ર૦૦ કે રૂ. પ૦૦ ના દરની નવી નોટોના બંડલ તો મોટા વેપારીઓ જ લઈ શકે છે, પણ નાના દરની નવી નોટો સામાનય લોકોને મળી શકતી નથી.
નવાઈની વાત એ છે કે, છાસવારે ઠેક-ઠેકાણે યોજાતા લોકડાયરા જેવા કાર્યક્રમોમાં રૂ. ર૦, રૂ. પ૦ ની નવીનકોર નોટોના બંડલો આવી જાય છે અને છૂટ્ટા હાથે આ નવી નોટો ઊડતી હોય છે... ા બંડલોનો મોટો જથ્થો જે તે કાર્યક્રમના આયોજકો પાસે કેવી રીતે અને કઈ બેંક દ્વારા સપ્લાય કરવામાં આવે છે?
તો પછી... દિવાળી જેવા સાર્વજનિક અને વર્ષના સૌથી મોટા ગણાતા તહેવારોમાં આમ આદમીને શા માટે નાના દરની રૂ. ૧૦, રૂ. ર૦ અને રૂ. પ૦ની નવી નોટો શા માટે મળતી નથી??
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial