Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરમાં પ્રથમ વખત આવતીકાલ તા. ૧૧ થી ૧૬ એપ્રિલ દરમિયાન આયોજનઃ
જામનગર તા. ૧૦: જામનગરમાં સન ટુ હ્યુમાન ફાઉન્ડેશન દ્વારા ૧૧ થી ૧૬ એપ્રિલ દરમિયાન પ્રતિદિન સવારે ૬ થી ૮ દરમિયાન ઓશવાળ સેન્ટરમાં નવા દૃષ્ટિકોણવાળી શિબિરનું આયોજનકરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દૌરના પરમ આલયજીના સાંનિધ્યમાં યોજાનાર આ અનોખી શિબિર અંગે મુખ્ય આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજીને મીડિયાને માહિતી આપવામાં આવી હતી.
મુખ્ય આયોજકો પૈકીના સંજયભાઈ ડોબરિયા, અતુલભાઈ કાછડિયા, આશાબેન કાછડિયા, શીતલબેન કાછડિયા, જયેશભાઈ કથીરિયા, મનોજભાઈ વેકરિયા તથા સન ટુ હ્યુમન ફાઉન્ડેશન સંલ્ગન મિત્રો દ્વારા સમગ્ર આયોજન અંગે વિગતવાર માહિતી પ્રસ્તુત કરી જનતાને અચૂક આ શિબિરનો લાભ લેવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યમંત્રી રવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સમગ્ર શિબિરના મુખ્ય પ્રાયોજક તરીકે ફેડરેશન ઓફ જામનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જોડાયું છે. મુખ્ય આયોજક તરીકે શ્રી લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ, બંધન પાઈપ્સ, સુપર ઈમ્પેક્ષ, વિગોર પ્લાસ્ટ ઈન્ડિયા તથા શિવ કાસ્ટીંગ (રાજકોટ) જોડાયા છે. શિબિરની ખાસિયત એવા અદૃશ્ય નાસ્તાના દાતા તરીકે રોનકભાઈ બાથાણી, ઉપેશભાઈ મુંગરા, અંકિતભાઈ ચાંગાણી, કે.કે. પટેલ તથા જગદીશભાઈ ભંડેરી તેમજ મુખ્ય દાતા તરીકે નવાનગર કો-ઓપરેટીવ બેંક, રાજુભાઈ ગાગિયા, મેહુલભાઈ જોબનપુત્રા, ધનજીભાઈ અજાણી, રિતેશભાઈ અજુડિયા અને ભદ્રાબેન જગદિશભાઈ રાયઠઠ્ઠા જોડાયા છે.
શિબિરમાં પરમ આલયજી દ્વારા સંશોધિત નાભીઝટકો પ્રયોગ સહિતની વિધિઓ તથા સમતોલ આહાર વિહારના માર્ગદર્શન વડે સચોટ સ્વાસ્થ્ય લાભ અને નવી શારીરિક-માનસિક ઊર્જાના સંચાર સાથે આધ્યાત્મિક ઉન્નતિના પથ પર શિબિરાર્થીઓને અગ્રેસર કરવામાં આવશે.
શિબિરમાં વિવિધ ૧પ-ર૦ પ્રકારની ખાદ્ય સામગ્રીવાળો વિશિષ્ટ નાસ્તો આપવામાં આવશે જેને ફાઉન્ડેશનવાળા અદૃશ્ય નાસ્તો કહે છે.
શિબિરમાં પ્રથમ ત્રણ દિવસ પરમમિત્રો દ્વારા પ્રયોગો કરાવવામાં આવશે તથા અંતિમ ત્રણ દિવસ પરમ આલયજી દ્વારા વિશેષ સત્રો અંતર્ગત વિવિધ પ્રયોગો કરાવવામાં આવશે. સ્વરૂપાંતરણ માટે આ શિબિર અમૂલ્ય અવસર હોવાનો તથા અત્યાર સુધીમાં ૬ હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધી હોવાનો દાવો પરમમિત્રો દ્વારા કરી લોકોને એક વખત અચૂક શિબિરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
શિબિર અંગે વધુ માહિતી માટે પ્રેમલ (મો. ૬ર૩ર૩ ૩૮૮૪૦), આશાબેન (મો. ૯૮૯૮પ રર૪૦૮), સંજયભાઈ (મો. ૯૮રપર ૩૧૩ર૩) તથ શૈલેષભાઈ (મો. ૯૮રપર ૧૦૯ર૪) પર સંપર્ક કરવો..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial