Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરમાં ભવ્ય સમારોહઃ ૨૧૦૦૦ની રકમ સાથે
જામનગર તા. ૧૦: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ માર્ચ, ૨૦૨૬ના ગાંધીનગરમાં રાજ્યપાલશ્રીના નિવાસસ્થાન લોકભવનમાં સંપૂર્ણ ગીતા કંઠપાઠ અને શતસુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત રાજ્યકક્ષાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાગીઓને ગીતા ભૂષણ અને શતસુભાષિત પંડિત જેવી ગૌરવસભર પદવીઓ એનાયત કરવામાં આવી. રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા તથા સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજયભાઈ પાલીવાલ સહિતના મહાનુભાવોના વરદહસ્તે વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે મૂળ અમદાવાદના વતની અને હાલ જામનગરમાં વસવાટ કરતા દીપલબેન તથા કૈરવભાઈ મહેતાની પુત્રી કુમારી વેદાંશી મહેતાએ શતસુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને રાજ્યકક્ષાએ શતસુભાષિત પંડિત પદવી પ્રાપ્ત કરી છે. વેદાંશીએ સો સુભાષિતોનું સ્વચ્છ ઉચ્ચારણ, યોગ્ય અર્થ અને સુંદર છંદમાં રજૂઆત કરીને વિશેષ પ્રતિભા દર્શાવી હતી. આ સાથે તેને રૂપિયા ૨૧,૦૦૦ની સન્માન રકમ પણ એનાયત કરવામાં આવી હતી.
નંદ વિદ્યાનિકેતન શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વેદાંશીએ પોતાની સિદ્ધિ માટે પ્રભુ કૃપા, વડીલોનો આશીર્વાદ અને પોતાના સતત પ્રયત્નોને કારણભૂત ગણાવ્યા. બાળપણથી જ હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પ્રત્યે વિશેષ રસ ધરાવતી વેદાંશીએ રાજ્યકક્ષાએ સન્માન મેળવી કુટુંબ તેમજ જામનગર શહેરનું નામ ઉજ્જવળ બનાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial