Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નૂરી ચોકડી રોડ પરથી રિક્ષામાંથી મળી ૪૫ બોટલઃ નાઘેડીમાં મકાનમાં દારૃઃ
જામનગર તા. ૨૨: ધ્રોલથી વાગુદળ વચ્ચેના ધોરીમાર્ગ પરથી પોલીસે એક મોટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૃની ૨૨૦ બોટલ પકડી પાડી છે. તે જથ્થા સાથે ત્રણ પરપ્રાંતીય શખ્સ પકડાઈ ગયા છે. વહેલી સવારે નૂરી ચોકડી રોડ પર પોલીસે વોચ રાખી રિક્ષામાં લઈ જવાતી ૪૫ બોટલ કબજે કરી છે અને નાઘેડી ગામમાં આવેલા એક મકાન તથા સ્કૂટરમાંથી એલસીબીને ૨૪ બોટલ મળી આવી છે.
ધ્રોલ તાલુકાના વાગુદળ ગામ પાસે એક મોટરમાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી. રાઠોડ તથા સ્ટાફે ગઈકાલે બપોરે વાગુદળ ગામ પાસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન વાગુદળથી ધ્રોલ તરફ દોડી જતી જીજે-૧૦-સીજી ૩૫૨૯ નંબરની ઈકો મોટરને શકના આધારે રોકી લેવામાં આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૨૦ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના લીલેશસિંગ બામણીયા તથા મેરૃ નરસિંગ બામણીયા, અરવિંદ રૃપસિંગ પસાયા નામના ત્રણ શખ્સને દબોચી લેવાયા છે.
મધ્યપ્રદેશથી મજૂરીકામ માટે જોડિયાના કુન્નડમાં રહેતા લીલેશ તથા મેરૃ નરસિંગ અને જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા અરવિંદ પસાયાની પોલીસે ધરપકડ કરી દારૃ, મોટર સહિત રૂ.ર,૫૮,૦૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના સુભાષ બ્રિજથી આગળ નૂરી ચોકડી તરફ જવાના માર્ગ પર એક રિક્ષામાં ઈંગ્લીશ દારૃ લઈ જવામાં આવતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી મોડીરાત્રે વોચ ગોઠવી હતી. જેમાં આજે સવારે સાડા પાંચેક વાગ્યે એક રિક્ષા નીકળતા તેને રોકી લેવામાં આવી હતી.
આ રિક્ષામાંથી ઈગ્લીશ દારૃની ૪૫ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે લાલવાડીમાં આવેલા નવા આવાસના બ્લોક નં.કે/૧૦૭માં રહેતા કેતન કાંતિભાઈ તાવડીવાલાની ધરપકડ કરાઈ છે. આ શખ્સે પોતાના સાગરિત મૂર્તુઝા ઉર્ફે લાડુડા રાઠોડનું નામ આપ્યું છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી ગામ નજીક માધવ રેસીડેન્સી-૧માં એક મકાનમાં ઈંગ્લીશ દારૃ પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે બપોરે એલસીબીના સ્ટાફે ત્યાં આવેલા સિદ્ધરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણના મકાનમાં દરોડો પાડ્યો હતો. તે મકાન તથા બહાર પડેલા સિદ્ધરાજસિંહના એક્ટિવા સ્કૂટરની તલાશી લેવાતા તેમાંથી દારૃની ર૪ બોટલ મળી આવી હતી. સ્થળ પરથી દારૃ, સ્કૂટર, એક મોબાઈલ મળી રૂ.૭૧,૪૬૪નો મુદ્દામાલ કબજે કરાયો છે અને સિદ્ધરાજસિંહની અટકાયત કરાઈ છે. આ શખ્સે નાઘેડીના જ યુવરાજસિંહ ચુડાસમાએ દારૃ આપ્યાની કબૂલાત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial