Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાન અડધો ડીગ્રી ઘટ્યું:
જામનગર તા. ૧૭: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ ટકા વધીને ૮૦ ટકાએ પહોંચી ગયું હતું. મિશ્ર ઋતુ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો.
જામનગરમાં તા. ૧૩-ર-ર૦ર૬ ના મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડીગ્રીએ પહોંચી જતા પ્રજાજનોએ અસહ્ય ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. ત્યારપછી તાપમાનમાં એકંદરે ઘટાડો થયો છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી અને લઘુતમ તાપમાન રર ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ આંશિક ઘટાડો થયો છે.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ ટકા વધીને ૮૦ ટકા રહ્યું હતું. ભેજના વધુ પ્રમાણના પગલે સવારે ઝાકળવર્ષા થઈ હતી. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial