Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ-અમદાવાદ રૂટ સહિત
ટોકિયો તા.૩૦: વડાપ્રધાન મોદી જાપાનની સંયુક્ત ભાગીદારીના ભાગરુપે દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે. જાપાનની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહૃાું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) ભારત અને જાપાન વચ્ચેની સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના છે. અમારો લક્ષ્યાંક તો ગણતરીના વર્ષોમાં લોકોને સર્વિસ પૂરી પાડવાની યોજના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું હતું કે મુંબઈ-અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવાની સાથે દેશના કુલ સાત હજાર કિલોમીટરના વિસ્તારમાં હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું નેટવર્ક નિર્માણ કરવાનો લક્ષ્યાંક છે.
બે વર્ષ પછી બંને દેશ વચ્ચે એક સમજૂતીમાં કરાર કરવામાં આવ્યા છે, જે અન્વયે જાપાને આ યોજનામાં ૮૦ ટકા સોફટ લોન આપવાની મંજૂરી આપી છે. જોકે, એના થોડા વર્ષો પછી ધીમે ધીમે પ્રોજેક્ટમાં રફતાર પકડી છે. પહેલા ફેઝમાં ૨૦૨૭ સુધીમાં ગુજરાતમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, જ્યારે ૫૦૮ કિલોમીટરના કોરિડોરમાં ૨૦૨૮ સુધીમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન ૨ કલાક સાત મિનિટમાં અંતર કાપશે. ભારતને શરુઆતમાં ઈ૫ સિરીઝની બુલેટ ટ્રેન આપવાની યોજના હતી, પરંતુ પ્રોજેક્ટમાં વિલંબને કારણે ઈ૧૦ સિરીઝની બુલેટ ટ્રેન આપવાની રજૂઆત કરવામાં આવી છે. ઈ-૧૦ સિરીઝની ડિઝાઈન જાપાનના પ્રસિદ્ધ સકુરા (ચેરી બ્લોસમ) ફૂલોથી પ્રેરિત છે અને ભૂકંપપ્રૂફ છે. એટલે ભૂકંપ વખતે પણ ટ્રેન ઉથલી પડતી નથી. લેટરલ ડેમ્પર્સ એટલે ઝટકા ઓછા આપે છે, જ્યારે તેની સ્પીડ પણ કલાકના ૩૨૦ કિલોમીટરની હશે. જોકે, એવું કહેવાય છે ઈ૧૦ સિરીઝની બુલેટ ટ્રેન જાપાનમાં ૨૦૩૦માં ચાલુ થશે, જ્યારે અત્યારે તો હંગામી ધોરણે ઈ૫ અને ઈથ્રી ટ્રેનનો ઉપયોગ કરાય છે.
જાપાનના અગ્રણી મીડિયા ગૃહને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનનો મોટા ભાગનો કોરિડોર મેક ઈન ઈન્ડિયાના માધ્યમથી તૈયાર કરવામાં આવશે, જેથી આ યોજના વધુ ટકાઉ અને વ્યવહારિક બને. જાપાનની કંપનીઓના સક્રિય ભાગીદારીને પણ આવકારું છું. બુલેટ ટ્રેનની સાથે સાથે ભારત જાપાનની સાથે પોર્ટ, એવિયેશન, શિપિંગ, રોડ અને પરિવહન, રેલવે એન્ડ લોઝીસ્ટિક્સનો સમાવેશ થાય છે. આ બધા ક્ષેત્રોમાં ભારત અને જાપાનની ભાગીદારીને કારણે બંને દેશોમાં નવી નોકરીનું પણ સર્જન કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial