Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: જામનગરમાં ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. પ્રજાજનો એક જ દિવસમાં ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
જામનગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતં. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા ગતિમાન વાયરાઓના પગલે ધૂળના કણ આંખમાં પડતા ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જામનગરમાં મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. સાંજથી સવાર સુધી ઠંડક તો બપોરે ગરમી પડી રહી છે.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં બે ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન પચ્ચીસ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial