Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર ૧૧૮ને મળ્યું બહુમાનઃ
જામનગર તા. ૪: ગાંધીનગરનાં કરાઈમાં શનિવારે યોજાયેલા ગુજરાત પોલીસ અકાદમીના કાર્યક્રમમાં રાજ્યના ૧૧૮ પોલીસ અધિકારી-કર્મચારીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. જેમાં જામનગર ગ્રામ્યના ડીવાયએસપી, એક એએસઆઈ તથા દ્વારકા એલસીબીના પીએસઆઈને મુખ્યમંત્રીના હસ્તે આ ચંદ્રક પ્રાપ્ત થયો છે.
ગાંધીનગર સ્થિત કરાઈમાં ગુજરાત પોલીસ અકાદમીમાં શનિવારે ગુજરાતના પોલીસબેડામાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ૧૧૮ અધિકારી-કર્મચારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચંદ્રક એનાયત થયો હતો.
આ કાર્યક્રમમાં જામનગરના ડીવાયએસપી (ગ્રામ્ય) રાજેન્દ્ર બી. દેવધા તેમજ સિટી એ ડિવિઝનના પોલીસ કર્મચારી બશીરભાઈ મલેકને ચંદ્રક આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.એમ. દેવમુરારીને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. પીએસઆઈ દેવમુરારીને જામનગરમાં વર્ષ ૨૦૨૦માં બદલી આપવામાં આવ્યા પછી હાલમાં તેઓ દ્વારકા એલસીબીમાં ફરજ બજાવી રહ્યા છે.
ખૂબજ ઉત્કૃષ્ટ કામગીરી કરી સંખ્યાબંધ કેસ હલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જામનગરના ડીવાયએસપી, એએસઆઈ તથા દ્વારકાના પીએસઆઈને આ ચંદ્રક મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial