Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં પાંચ એપ્રિલે યોજાશે
જામનગર તા. રઃ શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે શરૂસેકશન રોડ, શિવમ પેટ્રોલિયમની પાછળ, માસ્તર સોસાયટી, જામનગરના શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) રવિવાર તા. પ-૪-ર૦ર૬ ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન યોજાશે.
આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરૂ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના નિષ્ણાત ડોક્ટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે.
આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ, જામનગરના કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ, જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ ક્લબ વેસ્ટ, જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બીપીની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ તેમની સેવા આપશે, તો ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial