Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.પોણા બાવીસ લાખનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૬: જામનગરથી તાજેતરમાં દ્વારકા જિલ્લામાં બદલી પામેલા પીઆઈની સલાયા મરીન પોલીસ મથકમાં નિમણૂક થયા પછી ગઈકાલે તેઓએ ખાનગી કંપનીના ડીઝલના ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરી તેનું વેચાણ કરવા જતાં પાંચ શખ્સને પકડી પાડ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના સલાયા મરીન પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો ડીઝલના ટેન્કરોમાંથી ડીઝલ કાઢી લઈ તેનું વેચાણ કરી રહ્યા છે. તે બાતમીના આધારે પીઆઈ એન.બી. ગજજરના વડપણ હેઠળ વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન એક બોલેરો કેમ્પરમાં ૮૦૦ લીટર ડીઝલ લઈ જવાતું મળી આવ્યું હતું. પોલીસે તે વાહન અને તેનું પાયલોટીંગ કરતા સ્કોર્પિયોને દબોચી લીધા હતા. આ બંને વાહનમાં જઈ રહેલા દાતા ગામના મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા તેમજ દખણાદાબારાના હરદેવસિંહ વિક્રમસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ભીખુભા ચુડાસમા, હરીશ સામત ધમા, રણજીતસિંહ ધીરૂભા ચુડાસમા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા.
આ શખ્સોમાંથી મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા નયારા કંપનીમાં ડીઝલના ટેન્કર ચલાવે છે. તેઓ ટેન્કરમાંથી ડીઝલનો અમૂક જથ્થો કાઢી લઈ બેરલ અને કેરબામાં ભરી તેનું વેચાણ કરાવતા હોવાનું ખૂલ્યું છે. સીમાણી કાલાવડ ગામમાં આ શખ્સો ચોરાઉ ડીઝલનું વેચાણ કરવા જતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. પોલીસે રૂ।.૭૨ હજારનું ડીઝલ, રૂ।.૮પ૭૦૦ રોકડા, રૂ।.૨૦ લાખના બે વાહન, રૂ।.૩૦ હજારના બે મોબાઈલ મળી રૂ।.૨૧,૮૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી પાંચેય સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial