Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૩ માર્ચ, મંગળવાર અને ફાગણ સુદ પૂનમનું પંચાંગ

સુર્યોદય : ૭-૦૭ - સુર્યાસ્ત : ૬-૫૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૫ :

તા. ૦૩-૦૩-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૧,

મુસ્લિમ રોજઃ ૧૩, નક્ષત્રઃ મઘા,

યોગઃ સુકર્મા, કરણઃ બાલવ

 

તા. ૦૩ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારીક બાબતે મિશ્ર પરિસ્થિતિ રહે. માતા-પિતાના આરોગ્ય બાબતે ચિંતા રહે.  વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે. સંતાનનો સાથ-સહકાર મળી રહે. નોકરી-ધંધામાં આપે  સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લઈ કામકાજ કરવું. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.  યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. મિત્રોનો સાથ રહે.

બાળકની રાશિઃ સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh