Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"દ્વારકાના દ્વારેથી હરિને દ્વાર"
દ્વારકા તા. ૮: દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરતી પરથી હરિદ્વારના દિવ્ય ધામ સુધી ભક્તિનો સેતુ રચાયો છે. ચૈત્ર માસના પાવન અવસરે હરિદ્વારમાં માં ગંગાના તટ પર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આ કથાની વિશેષતા અ ેછે કે તેમાં દ્વારકાથી માં ગોમતીનો પ્રવાહ અને હરિદ્વારમાં માં ગંગાનો કિનારો એમ બે પવિત્ર ધામોનો સંગમ થયો છે.
પ્રથમ દિવસે કથા મંડપમાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પોથીયાત્રા કાઢવામાં આવી હતી. ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે કથાનું મંગલાચરણ કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ વક્તા બકુલભાઈ સાતા પોતાની આગવી શૈલીમાં ભક્તોને ભાગવતજીનું રસપાન કરાવી રહ્યા છે.
પ્રથમ દિવસે જ્ઞાનયજ્ઞમાં તેમણે ભાગવત મહાત્મ્ય સમજાવતા કહ્યું હતું કે ચૈત્ર માસમાં માં ગંગાના કિનારે ભાગવત શ્રવણનું અનેરૂ મહત્ત્વ છે. આ કથા માત્ર શબ્દો નથી પરંતુ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો માર્ગ છે જે મનુષ્ય આત્માને પરમાત્મા સુધી લઈ જાય છે.
કથાના પ્રથમ દિવસે હરિદ્વારના કથાસ્થળનું વાતાવરણ 'જય દ્વારકાધીશ' અને 'હર હર ગંગે'ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. દ્વારકાક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ ગંગાજીના શીતળ પવન વચ્ચે કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આગામી દિવસોમાં કથાના વિવિધ ધાર્મિક પ્રસંગો કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ સહિતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial