Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા ગુરૂવારની રાત્રે ચોર્યું હતું બાઈકઃ
જામનગર તા. ૧૩: જામનગર-ખંભાળિયા રોડ પર આમરા ગામના પાટીયા પાસેથી ગયા ગુરૂવારની રાત્રે એક બાઈકની ચોરી થઈ હતી. તેની તપાસમાં એલસીબીએ વસઈ તથા સિક્કામાં રહેતા બે શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી પાડ્યા છે.
જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતા રામ મનસુખભાઈ પરમાર નામના આસામી ગઈ તા.૯ તા.૯ની બપોરે અઢી વાગ્યે પોતાનું જીજે-૧૦-એબી ૫૯૨૧ નંબરનું મોટરસાયકલ આમરા ગામના પાટીયા પાસે રાખીને દ્વારકા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી તા.૧૦ની રાત્રે પાછા આવ્યા તે દરમ્યાન તેમનું વાહન કોઈ શખ્સ હંકારી ગયો હતો. રૂ।.૧૫ હજારની કિંમતનું આ વાહન ચોરાઈ જવા અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેની ચાલી રહેલી તપાસમાં એલસીબીએ વસઈ ગામના આફતાબ હસન સમા ઉર્ફે કારા તથા સિક્કાની ઈન્દિરા કોલોનીવાળા કૈલાસ બિપીનભાઈ જોગલ ઉર્ફે લાલા નામના બે શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડ્યા છે. આ શખ્સોએ ચોરીની કબૂલાત આપી છે. બંનેનો કબજો સિક્કા પોલીસ ને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial