Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્તમાન બોડીની છેલ્લી સામાન્ય સભા
ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયા નગરપાલિકાની બજેટ સામાન્ય સભા આગામી તા. ર૧-ર-ર૦ર૬ ના સાંજે પાંચ વાગ્યે પાલિકા હોલમાં યોજાશે, જેમાં પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણીની અધ્યક્ષતામાં બેઠકમાં ર૮ મુદ્દાનો એજન્ડા રજૂ થશે.
એજન્ડાના મુદ્દાઓમાં વર્ષ ર૦ર૬-ર૭ નું અંદાજપત્ર રજૂ કરવા, એપ્રિલ રપ થી સપ્ટેમ્બર ૧પ ના ઉપજ ખર્ચના હિસાબો બહાલ કરવા, ખંભાળિયા પાલિકાના રોજમદાર તથા કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓની ર૦૧ર થી ર૦૧પ ના વર્ષની ઈ.પી.એફ.ની રકમ જમા કરવા, પાલિકાનું મોટું વીજબીલ બાકી હોય, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડમાંથી લોન મેળવવા, નવરાત્રિનો પર્વ બહાલ કરવા, વિકાસ સપ્તાહનો પર્વ બહાલ કરવા, સફાઈ કર્મીઓની હડતાલના સમાધાન કરારની શરતો અંગે રજૂઆતોનો નિકાલ લાવવા, પાલિકાના કર્મચારીઓ જીવણભાઈ ડગરા, રમેશ ડી. વાઘેલા સહિત નિવૃત્ત થતા હોય તેમને લાભો ચૂકવવા, નવું મીની ફાયર ફાયટર ખરીદવા, સરકારી મંજુરી વગરની મિલકતોના વેરા વસૂલવા, જમીન ભાડામાં નામો ટ્રાન્સફર કરવા, જુની શાક માર્કેટના ભાડા અંગે, સરકાર દ્વારા અપાતી વિધવા સહાયવાળી બહેનોની મિલકતને વેરામુક્તિ આપવી, ડોર-ટુ-ડોર કચરાનું નવું ટેન્ડર કરવા, આ એજન્સીના સમય વધારાનો પ્રમુખનો હુકમ બહાલ રાખવા, પાલિકા ટાઉનહોલમાં લીફ્ટ નાખવા, ભાડાપટ્ટાની જમીનોનું વેંચાણ કરવું તથા નવી અરજીઓ અંગે કાર્યવાહી કરવી, વિકાસ કાર્યોના ટેન્ડરો ખોલવા, પાલિકા વિકાસ કાર્યો પાંચ વર્ષમાં થયા તેની બુકલેટ બનાવવા, પોરગેઈટ પાસે શાક માર્કેટના ભાડા ઘટાડવા, ગાયત્રીનગર હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં તેમના ખર્ચે દીવાલ બનાવવા મંજુરી આપવી વિગેરે ઠરાવો લેવામાં આવ્યા છે.
આગામી તા. ૧પ-૩-ર૦ર૬ ના ખંભાળિયા પાલિકાની મુદ્ત પૂર્ણ થતી હોય તે પહેલા વહીવટદાર શાસન આવી જાય તેમ હોય, આ છેલ્લી સામાન્યસભા વર્તમાન બોર્ડની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial