Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ તાલુકાઓમાં શ્રેષ્ઠ-અનુભવી શિક્ષકો આપશે માર્ગદર્શનઃ
જામનગર તા. ૧૭: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ આગામી તા. ૨૬-૨-૨૬ થી તા. ૧૮-૩-૨૬ દરમ્યાન યોજાનાર છે. પરીક્ષાના આ સમયગાળા દરમ્યાન જામનગર શહેર તથા જિલ્લાના તમામ તાલુકા મથકોના વિદ્યાર્થીઓ તથા વાલીઓને મુંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને સચોટ ઉકેલ મળી રહે તેવા શુભ હેતુથી તાલુકાવાર વિવિધ હેલ્પલાઈન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
આ માટે વિદ્યાર્થીઓની સહાય માટે જિલ્લાના શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ માર્ગદર્શન માટે એમ.ટી.વ્યાસ (મો.૯૮૨૪૫૧૮૧૯૯), જયસુખભાઈ ચાવડા (મો.૯૮૨૪૨૦૬૨૬૪), સુરભીબેન પંડયા (મો. ૯૭૨૬૭ ૧૧૮૬૫), સતત કાર્યરત રહેશે. જામનગર તાલુકાના વિદ્યાર્થીઓ કેશુભાઈ ઘેટિયા (મો. ૯૪૨૭૭ ૭૪૧૭૩), કમલેશભાઈ શુકલ (મો. ૯૯૧૩૭૦૧૭૭૧), વર્ષાબેન ત્રિવેદી (મો. ૮૨૦૦૫૩૪૦૭૭), સેવા આપશે. કાલાવડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે જયોતિબેન વાળા (મો. ૯૪૨૮૨ ૧૬૭૮૮), જ્યોત્સનાબેન દવે (મો. ૯૪૨૯૧ ૪૧૩૯૧) માર્ગદર્શન પૂરૃં પાડશે. ધ્રોલ અને જોડિયા તાલુકા માટે મુકેશભાઈ જોશી (મો. ૯૪૨૭૨૩૩૧૪૪), માલાબેન ઠાકર (મો. ૯૪૨૭૨૦૭૫૦૩)ની નિમણૂક કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના વિદ્યાર્થીઓ માટે બિંદુબેન ભટ્ટ (મો.૯૪૨૭૯૪૪૮૫૫), એચ. આર. માલવીયા (મો. ૯૯૨૫૮૫૯૧૫૮)નો સંપર્ક કરી મુંઝવણ દૂર કરી શકાશે.
સ્થાનિક સેવાઓ ઉપરાંત રાજ્ય કક્ષાએ મદદ મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ (સવારે ૧૦ થી સાંજે ૬) ઉપલબ્ધ છે. પરીક્ષાની ચિંતા કે માનસિક તણાવને દૂર કરવા માટે ૨૪ કલાક સેવારત 'જીવન આસ્થા' હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦ પર સંપર્ક કરી શકાશે. વધુમાં, વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ આપાતકાલિન સ્થિતિમાં સ્ટેટ કંટ્રોલ નંબર ૯૯૦૯૦ ૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨૨૦૫૩૮ પર પણ સંપર્ક કરી સુવિધા મેળવી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial