Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં નિસાન મોટર ઈન્ડિયાના નેટવર્કનું વિસ્તરણ
જામનગર તા. ૨૭: ભારતની ઓટો મોબાઈલ ક્ષેત્રની નિસાન મોટર ઈન્ડિયાના ગુજરાતમાં નેટવર્ક વિસ્તરણ અંતર્ગત જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ગોકુલ નિસાન ૩ એસ આધુનિક અને વિશાળ શો-રૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે.
જેનું ઉદ્ઘાટન નિસાન મોટર ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર સૌરભ વત્સા તથા પોબારૂ પરિવારના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. ગોકુલ નિસાન ૩ એસમાં બે હજાર ચો. ફૂટનો શો-રૂમ તેમજ ૬ હજાર ચોરસ ફૂટમાં અતિ આધુનિક સર્વિસ વર્કશોપની સુવિધા ઉપલબ્ધ છે. સેલ્સ સર્વિસ અને સ્પેર પાર્ટસ સપોર્ટ એમ ૩ એસની સુવિધા અહીં મળી રહેશે. નિસાનના ગ્લોબલ રિટેલ સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ડિઝાઈન કરવામાં આવેલા અતિ આધુનિક આઉટ લેટ્સ જે હાઈ-ક્વોલિટી એમેનીટીસ સંપન્ન છે. અહીં સ્ટાફ સંપૂર્ણપણે જાણકાર, તાલીમબદ્ધ અને જુસ્સેદાર છે. જેનાથી સેલ્સ અને સર્વિસ પ્રોફેશનલ પણ પ્રિમિયમ માલિકી અનુભવ અને અલગ જ ગ્રાહક મૂલ્યો રજૂ કરવા પ્રતિબદ્ધ છે.
ગોકુલ નિસાન ૩ એસના ઉદ્ઘાટન પ્રસંગે જામનગર શહેર-જિલ્લાના શ્રેષ્ઠીઓ, આમંત્રિતો અને કાર પ્રેમી લોકો વિશા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial