Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે અકસ્માતઃ
જામનગર તા. ૨૭: જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે બુધવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે ડબલસવારી બાઈકને એક મોટર ઠોકર મારીને નાસી ગઈ હતી. બાઈક પર જઈ રહેલા મૂળ રાજસ્થાનના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પાછળ બેસેલા અન્ય એક યુવાનને ઈજા થઈ છે. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચંગા ગામના પાટીયા પાસે પેટ્રોલપંપ નજીક વસવાટ કરતા મૂળ રાજસ્થાનના કુરૂક્ષેત્રના અમીન ગામના વતની વિરેન્દ્રસિંઘ હરભજનસિંઘ (ઉ.વ.૩૫) તથા રાજવીંદ નામના યુવાન બુધવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચેના રોડ પર એચઆર-૭-પી ૪૭૯૩ નંબરના મોટરસાયકલમાં જતા હતા.
આ વેળાએ પાછળથી ધસી આવેલી કોઈ અજાણી મોટરે બાઈકને ટક્કર મારી દેતા રોડ પર ફંગોળાઈ ગયેલા વીરેન્દ્રસિંઘને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. જ્યારે પાછળ બેસેલા રાજવીંદ પણ ઘવાયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા વિરેન્દ્રસિંઘનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલી મોટરના ચાલક સામે મૃતકના ભાઈ નરવેલસિંઘ હરભજનસિંઘે પોલીસે ફરિયાદ નોંધાવી છે. હિટ એન્ડ રનના આ બનાવની તપાસ શરૂ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial