Advertisement
Author: નોબત સમાચાર

વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે લોકસભા બપોર સુધી સ્થગિતઃ ગૃહમાં સૂત્રોચ્ચાર

રાહુલ ગાંધીએ ફરી એક વખત પૂર્વ આર્મી ચીફના પુસ્તક અંગે સરકારો પર પ્રહાર કર્યાઃ ગૃહ ચાલવા દેવા રિજ્જિુએ હાથ જોડ્યાઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦: સંસદમાં ગાંધીને બોલવા નહીં દેવા બાબતે વિપક્ષનો હોબાળો ચાલુ રહેતા લોકસભા ર વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. બીજી તરફ વિપક્ષી સાંસદોને લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ આપી હોવાના અહેવાલો છે.

બજેટ સત્રના ૧૦ મા દિવસે મંગળવારે લોકસભા કાર્યવાહી થઈ શકી ન હતી. સવારે ૧૧ વાગ્યે ગૃહ શરૂ થતા જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. માત્ર એક મિનિટ પછી અધ્યક્ષસ્થાને રહેલા પીસી મોહને ગૃહને બપોરે ૧ર વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.

તે પછી લોકસભા બપોરે ૧ર વાગ્યે ફરી શરૂ થઈ. આ વખતે પીસી મોહન સ્પીકરની ખુરશી પર બેઠા હતાં. વિપક્ષી સાંસદોએ 'વી વોન્ટ જસ્ટિસ'ના નારા લગાવતા તેમના સૂત્રોચ્ચાર અને હોબાળો ચાલુ રાખ્યો. કાર્યવાહી સાત મિનિટ સુધી ચાલુ રહી હતી, પરંતુ વિપક્ષ કોંગ્રેસના સાંસદો વેલમાં ધસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તે પછી સ્પીકરની ખુરશી પર બેઠેલા સ્પીકર પીસી મોહને ગૃહને બપોરે ર વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.

લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જિુએ હાથ જોડીને વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોને બજેટ ચર્ચા ચાલુ રાખવા વિનંતી કરી. 'આનાથી આપણા બધાને નુક્સાન થઈ રહ્યું છે. તમે રોજ આવીને હોબાળો કરો છો. આવી સ્થિતિમાં કામ થઈ શકતું નથી.'

બીજી તરફ કોંગ્રેસ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ કોંગ્રેસના સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ ટૂંક સમયમાં લોકસભા મહાસચિવને મોકલવામાં આવશે.

આ તરફ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર પૂર્વ આર્મિ ચીફ નરવણેના પુસ્તક અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આજે નરવણેના પુસ્તક મામલે ફરી એક વાર સવાલ ઊઠાવ્યા હતાં. રાહુલે આરોપ લગાવ્યો હતો કે પ્રકાશક પેંગ્વિન ખોટું બોલી રહ્યું છે અથવા નરવણે ખોટું બોલી રહ્યા છે. તેમણે કહ્યું પણ મને આર્મી ચીફ પર વિશ્વાસ છે.

રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેની એક પોસ્ટનો ઉલ્લેખ કર્યો. તેમણે નરવણેની પોસ્ટ વાચી રાહુલે કહ્યું કે નરવણેએ એક્સ પર લખ્યું હતું, 'નમસ્તે મિત્રો... મારૂ પુસ્તક હવે મળે છે, લિંકને ફોલો કરો.' હવે ખરો મુદ્દો એ છે કે, કાં તો નરવણે જુઠું બોલી રહ્યા છે, અથવા પેંગ્વિન પબ્લિશિંગ જુઠું બોલી રહ્યું છે. પણ મને ભૂતપૂર્વ આર્મી ચીફ પર વિશ્વાસ છે.

રાહુલુ કહ્યું, પેંગ્વિન કંઈક બીજું કહી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે પુસ્તક પ્રકાશિત થયું નથી. ભલે તે એમેઝોન પર મળે છે અને જનરલ નરવણેએ પોતે તેના વિશેષ પોસ્ટ કરી છે. રાહુલુ કહ્યું, મને પેંગ્વિન કરતા ભૂતપૂર્વ આર્મી ચીફ પર વધુ વિશ્વાસ છે.

તાજા અહેવાલો મુજબ વિપક્ષી સાંસદોએ લોકસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ વિધિવત રીતે લોકસભાના મહાસચિવને પાઠવી દીધી છે.

ઉલ્લેખનિય છે કે, બજેટ સત્રનો મંગળવારે ૧૦ મો દિવસ છે. આ પહેલા ભાજપની મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને તે વિપક્ષી સાંસદો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે, જેમણે ટ્રેઝરી બેન્ચની અંદર ઘૂસવા, ટેબલ પર ચઢવા અને વડાપ્રધાનની સીટને ઘેરવા જેવા કૃત્યો કર્યા હતાં.

ભાજપની મહિલા સાંસદોએ કહ્યું કે ૪ ફેબ્રુઆરીએ લોકસભામાં બનેલી ખતરનાક ઘટનાઓએ સૌને ચોંકાવી દીધા છે, કારણ કે તેના ખરાબ પરિણામો આવી શક્યા હોત.

આ ભારતના સંસદીય લોકતંત્રના ઈતિહાસમાં સૌથી ખરાબ પળોમાંથી એક બની શક્યું હોત. મહિલા સાંસદોએ લખ્યું, 'અમે તમને અપીલ કરીએ છીએ કે તમે તે વિપક્ષી સાંસદો સામે નિયમો હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરો, જેમણે ગૃહની અંદર આવા ધૃણાસ્પદ કૃત્યો કર્યા છે અને આપણી લોકતાંત્રિક સંસ્થાઓને બદનામ કરી છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh