Advertisement
Author: નોબત સમાચાર

બિહારના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપીને રાજ્ય- સભાની ચૂંટણી લડવાની નીતિશ કુમારની ઘોષણા

નિશાંત કુમાર બની શકે બિહારના નાયબ મુખ્યમંત્રીઃ બીજેપીના મુખ્યમંત્રી નિમવાનો માર્ગ મોકળો

                                                                                                                                                                                                      

પટતા તા. પઃ બિહારના મુખ્યમંત્રી તથા જેડીયુના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે, હું રાજ્યસભાનો સદસ્ય બનવા માગુ છું. રાજ્યની નવી સરકારને મારૂ સમર્થન અને માર્ગદર્શન રહેશે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ હવે રાજ્યસભામાં જોડાશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજીનામાની જાહેરાત કરી છે. નીતિશ કુમારે લખ્યું, 'જ્યારથી મેં મારી સંસદીય કારકિર્દી શરૂ કરી હતી, ત્યારથી મને બિહાર વિધાનસભા અને સંસદના બન્ને ગૃહોના સભ્ય બનવાની ઈચ્છા હતી. આ સંદર્ભમાં હું આ ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય બનવા માગુ છું. બિહારની નવી સરકારને ટેકો આપીશ.' બે દાયકાથી વધુ સમયથી તમે સતત મારા પર તમારો વિશ્વાસ અને સમર્થન જાળવી રાખ્યું છે, અને તે તાકાત પર મેં બિહાર અને તમારા બધાની સંપૂર્ણ નિષ્ઠાથી સેવા કરી છે. તમારા વિશ્વાસ અને સમર્થનને કારણે જ બિહાર આજે વિકાસ અને આદરનો એક નવો પરિમાણ રજૂ કરી રહ્યું છે. મેં ભૂતકાળમાં ઘણી વખત આ માટે તમારો આભાર વ્યક્ત કર્યો છે. મારી સંસદીય કારકિર્દીની શરૂઆતથી જ મને બિહાર વિધાનસભા અને સંસદના બન્ને ગૃહોના સભ્ય બનવાની ઈચ્છા હતી. આ જ અનુરૂપ હું આ ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય બનવાની ઈચ્છા રાખું છું. હું તમને સંપૂર્ણ નિષ્ઠા સાથે ખાતરી આપવા માગું છું કે, તમારી સાથેનો આ સંબંધ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને વિકસિત બિહાર બનાવવા માટે સાથે મળીને કામ કરવાની મારી પ્રતિબદ્ધતા અતૂટ રહેશે. હું નવી સરકારને મારો સંપૂર્ણ ટેકો અને માર્ગદર્શન આપીશ.'

ઉલ્લેખનિય છે કે, મંગળવારથી નીતિશ કુમારના ઠેકાણાને લઈને અટકળો ચાલી રહી હતી, જો કે બુધવારે સાંજે આ અટકળો વધુ તીવ્ર બન્યા પછી નીતિશ કુમારના સમર્થકો મુખ્યમંત્રી ગૃહની બહાર એકઠા થવા લાગ્યા હતાં. આ સમયગાળા દરમિયાન પોલીસ સાથે ઝઘડો પણ જોવા મળ્યો. નીતિશના સમર્થકોએ પણ સૂત્રોચ્ચાર કર્યા. સૂત્રોચ્ચાર અને સમર્થકોની ભીડને પગલે નીતિશે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

નીતિશ કુમારે નિર્ણય લીધો છે કે તેઓ હવે દિલ્હીના રાજકારણમાં પ્રવેશ કરશે. મીડિયા રિપોર્ટસ અનુસાર નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને બિહારના રાજકારણમાં સ્થાન આપવા અંગે ગઈકાલે પાર્ટીની એક બેઠક યોજાઈ હતી. આજનો ઘટનાક્રમ બિહારની રાજનીતિમાં મોટી ઉલટફેર દર્શાવે છે. હવે નિશાંત કુમાર બિહારના નાયબ મુખ્યમંત્રી બનશે, તેવી અટકળો સવારથી જ થઈ રહી હતી.

વિશ્લેષકોના મંતવ્યો મુજબ નીતિશ કુમારે આજ સુધી પોતાના પરિવારના કોઈ સભ્યને રાજનીતિમાં સ્થાન આપ્યું નથી, પરંતુ હવે પુત્રમોહ નહીં, પરંતુ ભાજપના પ્રેસરમાં આવો નિર્ણય લીધો હશે. કેટલાક વિશ્લેષકોના મંતવ્ય મુજબ નીતિશ કુમારનું સ્વાસ્થ્ય ઠીક રહેતું નહી હોવાથી આ કદમ ઊઠાવાયું હોય, તેવું પણ બની શકે છે.

રાજયસભાની ચૂંટણી માટે

નીતિશ અને નિતિન નવીને ભર્યા ઉમેદવારીપત્રો

નવી દિલ્હી તા. ૫: રાજ્યસભાની ચૂંટણી માટે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને ઉમેદવારી પત્રો ભરી દીધા છે. આ તકે અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh