Advertisement
Author: નોબત સમાચાર

દુબઈમાં ફસાયેલા ૧૭૦ મુસાફરોને લઈને સ્પેશિયલ ફલાઈટ અમદાવાદ ઉતરીઃ ભાવુક દૃશ્યો

પરિજનોની આંખમાં છલકાયા હરખના આંસુ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. પઃ યુદ્ધના કારણે દુબઈમાં ફસાયેલા ૧૭૦ મુસાફરો અમદાવાદ પહોંચ્યા ત્યારે પરિજનોની આંખમાં હરખના આંસુ છલકાયા હતાં.

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે ઈન્ટરનેશનલ સ્તરે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ યુદ્ધને લીધે એરસ્પેસ બંધ કરી દેવામાં આવતા દુબઈ સહિતના વિસ્તારોમાં ગુજરાતના અનેક મુસાફરો અટવાયા હતાં. ફસાયેલા આ પ્રવાસીઓએ ભારત સરકારને વતન પરત લાવવા માટે આજીજી કરી હતી. જે બાદ વિશેષ વ્યવસ્થા દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આજે વહેલી સવારે ખાસ ફલાઈટ દ્વારા ૧૭૦ જેટલા પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ આવ્યા હતાં. પરિજનોની ઘર વાપસી થતા એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા હતાં.

વિમાનમાંથી બહાર આવેલા મુસાફરોએ પોતાનો અનુભવ વિશે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા બે દિવસથી દુબઈમાં ફસાયેલા હતા અને ત્યાં બોમ્બ તેમજ મિસાઈલ ધડાકાના અવાજો વચ્ચે ભારે ડરનો માહોલ હતો. જો કે, મુસાફરોએ ભારત સરકાર અને તંત્રનો આભાર માનતા કહ્યું કે, મુશ્કેલીના સમયે તેમને ત્યાં ફ્રી સુવિધા અને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ મુસાફરો અને તેમના પરિવારોના જીવમાં જીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ ર૧૦ મુસાફરો સાથે પણ એક ફલાઈટ અમદાવાદ આવી પહોંચી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh