Advertisement
Author: નોબત સમાચાર

અગાઉની અદાવતનો ખાર રાખી પિતા તથા પુત્રને ગાળો ભાંડી ધમકી અપાઈ

છરી બતાવી બે શખ્સે ખાર કાઢ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના ગુલાબનગરમાં પિતા-પુત્રને ગઈકાલે અગાઉની અદાવતનો ખાર રાખી પિતા-પુત્રએ ગાળો ભાંડી ધમકી આપી હતી અને છરી બતાવાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડીકેટ સોસાયટીમાં વસવાટ કરતા મિલનભાઈ રમેશભાઈ નકુમ નામના યુવાન ગઈકાલે સવારે પોતાના ઘર પાસે હતા ત્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી ભરત મનસુખભાઈ પરમાર તથા મનસુખભાઈ પરમાર નામના પિતા-પુત્ર ધસી આવ્યા હતા.

આ વ્યક્તિઓએ મિલનભાઈ તથા તેના પિતા રમેશભાઈને ગાળો ભાંડી ઝપાઝપી શરૂ કર્યા પછી ભરતે રમેશભાઈનો બોચો પકડી લઈ મંુઢ ઈજા કરવા ઉપરાંત છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિલનભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભરત તથા તેના પિતા મનસુખભાઈ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh