Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઃ
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લ, પંચાયત તેમજ જિલ્લાની કુલ ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ર૬-૪-ર૦ર૬, રવિવારના મતદાન યોજાનાર છે. આ સમગ્ર મતદાન પ્રકિયા દરમિયાન મતદારોના મતાધિકારની ગુપ્તતા જળવાઈ રહે. મતદાનમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો ન થાય અને જાહેર સલામતી જળવાયેલી રહે તે હેતુથી મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ અંગે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ર૦ર૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોળ અને જોડિયા એમ કુલ ૬ તાલુકા પંચાયત વિસ્તારના તમામ મતદન મથકોમાં કોઈપણ મતદાન એજન્ટ, ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે નોંધાયેલ મતદારો તા. ર૬-૪-ર૦ર૬ ના સવારના ૭ થી સાંજના ૬ કલાક સુધી મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં, જો કે આ પ્રતિબંધમાંથી ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ચૂંટણી અધિકારી દ્વારા ખાસ અધિકૃત કરવામાં આવેલ વ્યક્તિઓને મુક્તિ રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ર૦ર૩ ની કલમ-રર૩ હેઠળ સજાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial