Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એટ્રોસિટીની ફરિયાદ અંગે તપાસ કાર્યવાહીઃ
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા નગરપાલિકાના રોજમદાર મહિલા સફાઈ કર્મચારીએ ડીવાયએસપી કચેરીમાં જઈ કરેલા વિષપાન પ્રકરણમાં પોલીસે બનાવ સમયે હાજર નગર પાલિકાના અન્ય કર્મચારીઓના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી આરંભી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચર્ચા જગાડનારા બનાવમાં ખંભાળિયા પાલિકાના ઘનકચરાના નિકાલ અંગેના સેમિનારમાં પાલિકાના રોજમદાર કર્મચારી મંજુબેન પીંગળ દ્વારા વીડિયો બનાવાતા તેને અટકાવવા પાલિકાના તત્કાલિન પ્રમુખના પતિ મોહિતભાઈ મોટાણીએ મોબાઈલ ઝૂંટવતા મંજુબેન દ્વારા એટ્રોસિટી તથા બીએનએસની કલમો હેઠળ ફરિયાદ થઈ હતી. તે પછી ડીવાયએસપી વિસ્મય માનસેતાની કચેરીએ જઈ ત્યાં વીડિયો બનાવી હું હવે મૃત્યુ પામુ છું કહીને ફિનાઈલ જેવું પ્રવાહી પી જતાં તેણીને ખંભાળિયા હોસ્પિટલ તથા ત્યાંથી જામનગર વધુ સારવાર માટે લઈ જવાયા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા બનાવ સમયના વ્યક્તિઓના વિશેષ તપાસ સાથે નિવેદનો લેવાના શરૂ થયા છે.
જ્યારે આ ઘટના મોબાઈલ ઝૂંટવવાની બની ત્યારે મોહિતભાઈ દ્વારા શું શબ્દપ્રયોગ થયેલો? તે એટ્રોસિટીના હતા કે કેમ? કઈ રીતે બનાવ બન્યો હતો. તે બાબતે પોલીસ દ્વારા પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુર તથા ઉપસ્થિત અન્ય પાલિકાકર્મીઓના નિવેદનો લેવાની કાર્યવાહી કરી હતી જેથી બનાવ વખતે ઘટના કઈ રીતે બની તે ધ્યાને આવે.
ફરિયાદી મંજુબેનની ફરિયાદમાં સાત વર્ષ કે તેથી વધુ વર્ષની સજાલાયક ગંભીર ગુન્હો ન બન્યો હોય, પોલીસ દ્વારા આરોપીની ધરપકડ થઈ નથી. નોટીસ આપવા કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, પાલિકાના જ રોજમદાર સફાઈ કામદાર કે જે રોજ કચેરીએ જઈ શકે તે આવા સેમિનારમાં રજૂઆત કેમ ગયા તે પણ પ્રશ્ન છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial