Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘણાં વર્ષોથી ચૈત્રી નવરાત્રિમાં પદયાત્રિઓ જાય છે
જામનગર તા..૧૮: છેલ્લા ઘણાં વર્ષોથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન જામનગરથી માટેલ જતાં પદયાત્રીઓના સંઘ રવાના થાય છે. તેમની સેવામાં છેલ્લા રપ વર્ષથી સતત શ્રી શુભલક્ષ્મી ગ્રુપ સેવા મંડળ દ્વારા જુદી-જુદી જગ્યાએ જરૂરી મેડિકલ કેમ્પ તથા વિસામો (રાત્રિ રોકાણ) ચા-દૂધ-કોફી-નાસ્તા, છાસ, પાણીની બોટલ, ઠંડા રૂમાલ વિતરણના સેવા કેમ્પ રાખવામાં આવે છે. જે રપ વર્ષથી ચાલતા આ સેવા કેમ્પનો આ વર્ષે ૨૬મા વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહૃાો છે.
જામનગરથી તા. ૨૩-૦૩-૨૦૨૬ સોમવારના બપોરે સંઘ રવાના થશે. રાત્રે સોયલ ટોલ નાકા પાસે મેડિકલ કેમ્પ તથા તા. ૨૩-૦૩-૨૦૨૬ સોમવારના રોજ રાત્રે ધ્રોલ પટેલ સમાજની વાડી, અની હોટલથી બાજુના રોડ પર ભાણજી ભીમજી પટેલ સમાજની વાડીમાં રાત્રી રોકાણ (નાઇટ હોલ્ટ) જેમાં નાહવા ધોવાની, ગરમ પાણી તથા આરામ કરવા તથા ચા-દૂધ-કોફી-બોર્નવીટા તથા નાસ્તાની સુવિધા રાખેલ છે.
તા. ૨૪-૩-૨૦૨૬ મંગળવાર લતીપર હનુમાનજીના મંદિરમાં મેડીકલ કેમ્પ તથા લતીપર ગૌશાળામાં મેડિકલ કેમ્પ તથા અક્ષર વેન્ચર્સ બંગાવાડી ગામ પાસે, બાબારામદેવ હોટલ સામે, મેડિકલ કેમ્પ કરી સાંજે સરાયાના પાટીએ અબુભાઇની હોટલ પાસે મેડિકલ કેમ્પ તથા રાત્રી રોકાણ મચ્છુ માતાજીના મંદિર ભરવાડ સમાજની વાડી, ડેરીનાકા રોડ, કુલીયા હનુમાનજી મંદિર બાજુમાં, ટંકારા ચોકડી પાસે રાત્રિ રોકાણ (નાઇટ હોલ્ટ) ઉપરોકત તમામ સુવિધા રાખેલ છે.
તા. રપ-૦૩-૨૦૨૬ બુધવારના રાત્રે શ્રી વચ્છરાજ મિત્ર મંડળ જડેશ્વર રોડ, કુદરત કોટન પાસે મેડિકલ કેમ્પ રાખેલ છે. તથા પંચાસીયા ગામમાં પંચાયત ઓફિસ પાસે મેડિકલ કેમ્પ કરી સેવા આપશે. તથા સજજનપર કોઠારીયા તથા પંચાસીયાના આજુબાજુના ગામોમાં છાસ, ઠંડા-પાણીની બોટલ, ઠંડા રૂમાલની સેવા શ્રી શુભ લક્ષ્મી ગ્રુપ (સેવા મંડળ)ના સ્વયં સેવકો દ્વારા આપવામાં આવશે.
આ ઉપરાંત રાત્રિના સમયે કોઇ અકસ્માતના સર્જાય તેની તકેદારી માટે રેડીયમ રીફલેકટર પટ્ટી લગાવવામાં આવશે. જેની પદયાત્રિઓ તથા સેવકગણને લાભ લેવા પ્રમુખ મનોજ સી. પરમારે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial