Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્યના સૌથી મોટા અંદાજપત્રને જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા આવકાર

સાંસદ, ધારાસભ્યો, પાલિકા પંચાયત ક્ષેત્રના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ગુજરાત રાજયના અત્યાર સુધીના સૌથી મોટા એવા રૂ।. ૪,૦૮,પ૩૦૦૦ કરોડના બજેટને જામનગર જિલ્લા ભાજપના આગેવાનોએ આવકાર આપ્યો છે. કૃષિ, શિક્ષણ, રોજગાર, વેપાર-ધંધા સહિત સૌને માટે આ બજેટ લાભદાયી હોવાનો પ્રતિભાવ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનુભાઈ ભંડેરીએ વ્યક્ત કર્યો છે.

ખેડૂત હિતને પ્રતિવર્ષની માફક અગ્રેસર રાખી કૃષિ ઓજારોની ખરીદી માટે રૂ।. ૧પ૬પ કરોડ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ૩૯ કરોડ, કિસાન ક્રેડીટ વ્યાજ સહાય માટે રૂ।. ૧પ૩૯ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ આવાસ યોજના હેઠળ મકાનો બનાવવા ૪ર૭ર કરોડ, જેમાંથી ૩ લાખ નવા આવાસો બાંધવામાં આવશે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (મા યોજના) માટે ૩૪૯ર કરોડના ખર્ચે રૂ।. ર.૭૮ લાખ પરિવારોને સીધો લાભ મળનાર છે. આ ઉપરાંત ર૦૦૦ નવી આંગણવાડીઓ બનાવવા માટે ૩૬૦ કરોડ, કન્યાઓ માટે કોઈપણ ભેદભાવ વગર મળતા શિષ્યવૃત્તિની સહાય, વાર્ષિક આવક મર્યાદા વધારીને ર.૬૦ લાખ કરવામાં આવેલ છે. જી રામ જી યોજના અંતર્ગત રોજગારીના દિવસો વધારી ૧રપ કરવામાં આવેલ છે. તેના માટે રૂ।. ૧પ૦૦ કરોડની જોગવાઈ તથા યાત્રિક સુખાકારી હેતુ ર૪૦૦ નવી બસો ખરીદી કરવામાં આવશે.

જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, મહામંત્રીઓ કુમારપાલસિંહ રાણા, ભવાનભાઈ ચૌહાણ તથા ભરતભાઈ દલસાણીયા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, ચીરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ચંદ્રેશભાઈ પટેલ, રમેશભાઈ મુંગરા, ડો. પી.બી. વસોયા, સૂર્યકાંતભાઈ મઢવી, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા સહિત જિલ્લા ભાજપે આ બજેટને આવકારતા જણાવાયું છે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વધુ સશક્ત બનાવવા માટે આ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર હસમુખભાઈ વોરાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh