Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબનગર નજીક યુવાનને બે શખ્સે ધમકી આપીઃ
જામનગર તા. ૨૧: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં શનિવારે રાત્રે એક યુવાનને બે શખ્સે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે દિગ્જામ સર્કલ પાસે પુલ નીચે એક યુવાન પાસે દારૂ પીવાના પૈસા માંગી ત્રણ શખ્સે હુમલો કર્યા પછી એક શખ્સે છરી હુલાવી હતી.
જામનગર ગુલાબનગર વિસ્તાર પાસે આવેલી રાજમોતી ટાઉનશીપમાં રહેતો ભાવેશ હીરાભાઈ કુશવાહ નામનો યુવાન શનિવારે રાત્રે ગુલાબનગર પાસે ચીપ્સની રેંકડી પાસેથી પસાર થતો હતો ત્યારે તેની સાથે તેના મિત્ર શિવમ ત્રિવેદી તથા હિમાંશુ ચાવડા પણ હતા. ત્રણેય યુવાનો નાસ્તો કરીને ઘર તરફ જતા હતા. ત્યારે માર્ગમાં જાવેદ ખીરા નામના શખ્સ તથા રાહુલ કોળીએ તેઓને રોક્યા હતા અને અત્યારે અહીં શું કરશ તેમ પુછતા તારે શું કામ છે તેમ ભાવેશે કહેતા ગાળો ભાંડી જાવેદ ખીરાએ હુમલો કરી માર માર્યો હતો અને રાહુલે ધમકી આપી હતી.
જામનગરના એરફોર્સ રોડ પર આવેલા કોમલ નગરની શેરી નં.૩માં રહેતા જયેશભાઈ મંગાભાઈ ભાંભી નામના યુવાન શનિવારે સાંજે સાતેક વાગ્યે દિગ્જામ સર્કલ પાસે આવેલા આંબેડકર બ્રિજ નીચેથી પસાર થતા હતા ત્યારે જીતેશ દિનેશભાઈ મકવાણા ઉર્ફે જીતો અને તેની સાથે રહેલા બે અજાણ્યા શખ્સે રોકીને દારૂ પીવા માટે પૈસા માગ્યા હતા. આ વેળાએ જયેશભાઈએ પોતાની પાસે પૈસા ન હોવાનું કહેતા આ શખ્સોએ ગાળો ભાંડયા પછી અજાણ્યા શખ્સે જયેશભાઈના મોઢા પર કોઈ સ્પ્રે કર્યો હતો અને જીતેશ મકવાણાએ પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી કુલાના ભાગમાં મારી દીધી હતી અને ઢીકાપાટુથી માર માર્યો હતો. આ શખ્સોએ પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial