Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના શખ્સ દ્વારા ત્રણેક વખત ગુજારાયું દુષ્કર્મઃ આરોપી જેલહવાલે

રાજકોટના પરિણીતાથી રોંગ નંબર લાગ્યા પછી...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: રાજકોટમાં રહેતી એક પરિણીતાથી લાગેલા રોંગ નંબરમાં પરિચયમાં આવેલા મૂળ કાલાવડના મોટી માટલીના શખ્સે આ પરિણીતાને કારખાનામાં નોકરી આપવાની લાલચ બતાવી ત્રણેક વખત દુષ્કર્મ ગુજાર્યાની જામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યાે છે.

જામનગરના વતની અને હાલમાં રાજકોટના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિણીતાએ દોઢેક મહિના પહેલા બ્યુટીપાર્લરની એપોઈન્ટમેન્ટ માટે એક નંબર પર કોલ કર્યાે હતો. તે નંબર માં ભૂલ થઈ જતા આ કોલ રોંગ નંબર પર ગયો હતો.

આ કોલમાં સામા છેડે રહેલા મૂળ કાલાવડના મોટી માટલીના વતની અને રાજકોટના મવડી વિસ્તારમાંર રહેતા પંકજ ધીરજભાઈ સભાયા ઉર્ફે લાલા નામના શખ્સે વાત કરી હતી અને રોંગ નંબર હોવાનું જણાવ્યા મુજબ બંને વચ્ચે વાતચીત થઈ હતી.

તે દરમિયાન આ પરિણીતાને કારખાનામાં નોકરી અપાવવાની લાલચ આપી પંકજે એક હોટલમાં બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું અને અવારનવાર ફોન, મેસેજ કરતો હતો. તે દરમિયાન ચાલુ મહિનામાં આ પરિણીતા પોતાના સસરાના ઘેર જામનગર આવી ત્યારે જામનગર પહોંચેલા પંકજે એસટી ડેપો નજીક એક હોટલમાં લઈ જઈ બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બાબતની પરિણીતાના પતિને જાણ થતાં પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કર્યા પછી મહિલા તથા આ શખ્સની તબીબી ચકાસણી કરી આરોપી પંકજને જેલમાં ધકેલી દીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh